અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકોને દબાવી માપણી કરતા ગામ લોકો એ કર્યોં વિરોધ.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના લાકડમાળ ગામે આદિવાસી સમાજની બાપ દાદા વખતથી કબ્જા વાળી જગ્યામાં અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકોને દબાવી માપણી કરતા ગામ લોકો એ વિરોધ કર્યોં.

ફક્ત આજ જગ્યામાં દબાણ છે કે અન્ય નગરપાલિકા વિસ્તાર કે બીજી જગ્યા એ દબાણ નથી ફક્ત અને ફક્ત આદિવાસી સમાજના લોકો ની કબ્જા વાળી જગ્યા હોઈ એટલે અમારા લોકો ને હેરાન કરવાની વાત કરે એ અમને મજૂર નથી.

વિકાસ ના નામે અમારા લોકો એ આશરે 22 વર્ષ અગાઉ રોપેલી કલમો ને કાપી નાખવામાં આવી ફક્ત અમારા આદિવાસી સમાજના લોકો ની કલમો કાપી નાખી મને લાગે છે કે આ જંગલ માં નથી ગણાતું હશે.

અન્યાય સાથેની લડાઈમાં હું આમારા આદિવાસી સમાજના લોકો સાથે છું અમે જાન આપીશું પણ જમીન નહિ. ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *