ભ્રામક જાહેરાતના કેસમાં, પતંજલિની 14 પ્રોડક્ટ પર પ્રતિબંધ…

ભારત

ઉત્તરાખંડ સરકારે સુપ્રીમ કોર્ટની સુનવણી બાદ યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને દિવ્યા ફાર્મસી  કંપનીના 14 ઉત્પાદનો પર પ્રતિબંધ (banned 14 products) લગાવી દીધો છે. આ નિર્ણય ઉત્તરાખંડના ડ્રગ રેગ્યુલેટરે  લીધો છે.

ઉત્તરાખંડ સરકાર) ના લાયસન્સ ઓથોરિટી (licensing authority) દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે પતંજલિ આયુર્વેદ અને દિવ્યા ફાર્મસી (Patanjali Ayurveda and Divya Pharmacy) વતી ઉત્પાદનો વિશે ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ કંપનીનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટે 21 નવેમ્બર 2023ના રોજ પતંજલિને કોઈપણ ઉત્પાદનની ભ્રામક જાહેરાતો ન આપવાનો નિર્દેશ આપ્યો હતો. આદેશો છતાં જાહેરાતો બતાવવામાં આવી, ત્યારે સુપ્રીમ કોર્ટે 27 ફેબ્રુઆરી 2024ના રોજ પતંજલિને ફટકાર લગાવી.

જેમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિ અને બાબા રામદેવ ભ્રામક જાહેરાતો બતાવીને લોકો સાથે રમત રમી રહ્યા છે, એવું કેવી રીતે કહી શકાય કે પતંજલિની દવાઓ રોગોને 100 ટકા મટાડી શકે છે? શું આ માટે કોઈ નક્કર પુરાવા છે? સુપ્રીમ કોર્ટે 19 માર્ચ અને 2 એપ્રિલે પણ આ કેસની સુનાવણી કરી હતી.

પતંજલિની આ  14 પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવ્યો:  શ્વાસારિ ગોલ્ડ, બીપી ગ્રિટ, શ્વાસારિ વટી, મધુગ્રિત,શ્વાસારિ પ્રવાહી, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર,શ્વાસારિ અવલેહ,લિવામૃત એડવાન્સ,બ્રોન્કોમ,લિવોગ્રિટ, મુક્તા વટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ,આઈગ્રિટ ગોલ્ડ,પતંજલિ દૃષ્ટિ આઇ ડ્રોપ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *