નવસારી: વાંસદા
તા: 28-02-2024
આજની પેઢીમાં દરેક જગ્યાએ અવાર-નવાર ગળે ફાંસો ખાઈ, દવા ગટ ગટાવી કે બીજીકોઈ રીતે જીવન ટૂંકાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વાંસદાના ચાપલધરા થોડા સમય પહેલા આદિવાસી દીકરી પર દુષ્કર્મના કિસ્સામાં બદનામ અને વિવાદિત ચાપલધરા (નાની કોળીવાડ) માં આવેલ પી.ટી.સી (PTC) કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ભેદી સંજોગોમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે.
મળેલી માહિતી મુજબ ગતરોજ એટલે કે 27/02/2024 મંગળવારના રોજ વાંસદા તાલુકાના ચાપલધરા (નાની કોળીવાડ) માં આવેલી પી.ટી.સી (PTC) કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી આહવાની રહેવાસી જાગૃતિબેન પવાર જે 17 વર્ષીય તેણે કોઈક અગમ્ય કારણોસર રાત્રીના સમયે લગભગ 01 વાગ્યા દરમ્યાન કોલેજના પ્રાથના ખંડમાં જઈ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
આ ઘટનાની જાણ રાત્રિ સમયના સ્ટાફ અને સંચાલકો અને ગામ અગ્રણીઓ દ્વારા 108 અને નજીકના પોલીસ સ્ટેશમાં કરવામાં આવી હતી અને આ ઘટનાની જાણ ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી દ્વારા લેખિતમાં તાલુકા વિકાસ અધિકારી વાંસદાને જાણ કરવામાં આવી હતી.
હવે મૃત્યુનું કારણ અકબંધ છે ત્યારે વાંસદાની ચાપલધરા પી.ટી.સી (PTC) કોલેજ થોડા સમય અગાઉ કોલેજની આદિવાસી વિદ્યાર્થીની પર દુષ્કર્મ કર્યાને લઇને વિવાદોમાં હતી અને હવે આ ભેદી સંજોગોમાં આપઘાત કાર્યની ઘટના સામે આવી છે ત્યારે આવી શારીરિક શોષણ અને આદિવાસી વિદ્યાર્થીઓને આપઘાત તરફ દોરી જતી આ પી.ટી.સી (PTC) કોલેજ પર વાંસદા પોલીસ શું પગલાં લે છે અને આ ઘટનાની ધ્યાનથી ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવે તો ઘટનાનુ યોગ્ય કારણ બહાર આવે એમ છે આદિવાસી સમાજને ન્યાયની આશા !.