21 ઓગસ્ટ ભારત બંધનું એલાન: સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આરક્ષણમાં વર્ગીકરણને લઈને

ભારત: ગુજરાત

સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આરક્ષણમાં વર્ગીકરણને લઈને એસ.ટી.એસ.સી સમાજમાં વિરોધ છે. એસ.ટી.એસ.સી સમાજ દ્વારા 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન જાહેર કર્યું છે.

‘લેટરલ એન્ટ્રી’ શા માટે વાંધાજનક છે?

UPSCએ, 18 ઓગસ્ટ 2024ના રોજ lateral entry દ્વારા 45 joint secretaries, directors, deputy secretariesની ભરતી કરવાની જાહેરખબર આપી છે. જેથી દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે.

લેટરલ એન્ટ્રી શું છે?

લેટરલ એન્ટ્રી એટલે સ્પર્ધાત્મક પરીક્ષા વિના સીધી ભરતી, સીધી નિયુક્તિ. 7-10 વરસનો કોર્પોરેટ કંપનીનો અનુભવ જરુરી. તેની શરુઆત 2018માં થઈ હતી. સરકાર (વડાપ્રધાન) માને છે કે ‘ખાનગી ક્ષેત્રના અનુભવી અધિકારીઓને સરકારી ઉચ્ચ હોદ્દા પર બેસાડવાથી બ્યુરોક્રસીને ગતિ મળે.’

બંધારણના આર્ટિકલ- 16માં જાહેર નોકરીમાં તકની સમાનતાની; આર્ટિકલ-16 (4) હેઠળ વંચિત વર્ગોની ભાગીદારી જળવાય તેની; આર્ટિકલ- 315માં કેન્દ્ર તથા રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન અંગેની જોગવાઈ છે. બંધારણની જોગવાઈ મુજબ સરકારના ઉચ્ચ અધિકારીઓની પસંદગી UPSC કરે છે. જેને આપણે IAS/IPS વગેરે કેડરથી ઓળખીએ છીએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોમાં તેઓ ચીફ સેક્રેટરી સુધીના હોદ્દા સંભાળતા હોય છે. એક IAS-Indian Administrative Service ને 17-18 વરસની નોકરી થાય ત્યારે તે જોઈન્ટ સેક્રેટરી બને છે. આ જોઈન્ટ સેક્રેટરીના હોદ્દા ઉપર સરકાર IAS ન હોય તેવી વ્યક્તિની પણ નિમણૂંક કરી શકે, તે સીસ્ટમને ‘લેટરલ એન્ટ્રી’ કહે છે.

દેશમાં જોઈન્ટ સેક્રેટરીની 341 જગ્યાઓ છે, તેમાં 249 હોદ્દા ઉપર IAS અધિકારીઓ જ હોય છે. લેટરલ એન્ટ્રીથી સર્વિસ કરતા IAS અધિકારીઓ/ ભવિષ્યમાં IAS અધિકારી બનવાની ઝંખના રાખતા યુવાનો/ પછાત વર્ગોને ચિંતા બેઠી છે કે શું Lateral Entry -લેટરલ એન્ટ્રી, અનામત ભૂંસવાની યુક્તિ છે?

તજજ્ઞ તરીકે ઉચ્ચ હોદ્દા પર સરકાર કોઈની સેવા લે તેવી સામે વાંધો ન હોય પરંતુ સચિવ તરીકે ‘સામૂહિક ભરતી’ લેટરલ એન્ટ્રીથી કરે તે વાંધાજનક કહેવાય. DoPT-Department of Personnel and Training ની માહિતી મુજબ ઉચ્ચ હોદ્દાઓ ઉપર વંચિત વર્ગોનું પ્રતિનિધિત્વ સાવ ઓછું છે. 2019માં સેક્રેટરીની કુલ જગ્યા 89 હતી, તેમાં SC-1/ ST-3 હતા, જે 13 અને 7 હોવા જોઈએ. એડિશ્નલ સેક્રેટરીની કુલ જગ્યા 93 હતી, તેમાં SC-6/ ST-5 હતા, જે 14 અને 7 હોવા જોઈએ. જોઈન્ટ સેક્રેટરીની કુલ જગ્યા 275 હતી,  તેમાં SC-13/ ST-9 હતા,  જે 41 અને 21 હોવા જોઈએ. આ સ્થિતિમાં વંચિત વર્ગોને શંકા ઉદ્દભવે તે સ્વાભાવિક છે. UPSCની તૈયારી કરતા પ્રતિભાશાળી યુવાનોના હક્ક પર આ તરાપ છે. આ વહિવટી ઢાંચા અને સામાજિક ન્યાય વિરુદ્ધનું પગલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *