TRAI તરફથી આવ્યું મોટું અપડેટ! હવે મોબાઈલ પર એપ્લિકેશન વગર દેખાશે ફોન કરનાર વ્યક્તિનું નામ…

ભારત

અત્યાર સુધી સ્માર્ટફોન યુઝર્સ તેમના ફોન પર અજાણ્યા કોલની માહિતી મેળવવા માટે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરે છે, જેમાં ઘણા યુઝર્સ Truecaller  નો ઉપયોગ કરે છે.

થર્ડ પાર્ટી એપ્સ તેમની સુવિધાઓ પ્રદાન કરવા માટે ઇન્સ્ટોલેશન સમયે ઘણી બધી પરવાનગીઓ માંગે છે, જેમાં સંપર્ક વિગતો, ફોન ગેલેરી, સ્પીકર, કેમેરા અને કૉલ હિસ્ટ્રી વગેરે  માહિતીનો સમાવેશ થાય છે. જેમાં મોબાઈલ યુઝરનો ડેટા લીક થવાનું જોખમ રહેલું છે.

સ્માર્ટફોનમાં કોઈનો નંબર સેવ નથી અને  અજાણ્યા નંબર પરથી કોલ આવે છે, તો મગજમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે કોલ કરનાર કોણ હોઈ શકે. જો આવું વારંવાર થતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ દેશભરની ટેલિકોમ કંપનીઓને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન લાગુ કરવાનો આદેશ આપ્યો છે, જેના પછી જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા ફોન પર કોલ કરે છે, તમારા ફોનની સ્ક્રીન પર તેનું નામ દેખાશે.

એ દેશભરની તમામ ટેલિકોમ કંપનીઓને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન ફીચર રોલ આઉટ કરવાનો નિર્દેશ આપ્યો છે. જે બાદ દેશમાં હાજર મોબાઈલ સેવા આપતી કંપનીઓએ તેનું ટ્રાયલ શરૂ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *