ગુજરાત
ખેડૂતો માટે સારા સમાચાર છે. ઓક્ટોબર મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ જાહેર કરવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈની તેમજ અન્ય ધારાસભ્યઓ તેમજ ખેડૂતોની ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી પાક નુકસાની સામે સહાય ચૂકવવા રજૂઆતો મળી હતી. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આ માસમાં પાક નુકશાનના પ્રાથમિક અહેવાલ મળ્યા છે.
જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ ,સુરત, તાપી તથા મધ્ય અને ઉત્તર ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, આણંદ, અમદાવાદ અને સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ ,ભાવનગર, જામનગર રાજકોટ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી પાક નુકસાનમાં મુખ્ય અસરગ્રસ્ત પાકો મગફળી, ડાંગર ,કપાસ, સોયાબીન કઠોળ અને શાકભાજી છે.
આ કિસ્સાઓમાં પણ સત્વરે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરાયેલ છે. તદ્દનુસાર ઓકટોબર માસ માટે સહાય પેકેજ માટે અમલવારી કરવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી છે.