વલસાડ: ધરમપુર
મળતી માહિતી મુજબ વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાની સ્ટેટ હોસ્પિટલમાં વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીનીકચેરી દ્વારા ” બેટી બચાવો બેટી પઢાઓ ” યોજના અંતર્ગત નવજાત જન્મેલી દીકરીઓ માટે દીકરી વધામણાં કીટ તથા વ્હાલી દીકરી યોજનાના ફ્રોમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં આ ધારાસભ્ય ધરમપુર અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલના હસ્તે દીકરી વધામણાં કીટ અને વ્હાલી દીકરી યોજનાના ફ્રોમનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્યએ ઉપસ્થિત તમામ વાલીઓ તથા હોસ્પિટલના સ્ટાફ સાથે મુલાકાત લઈ વાલીઓને યોજનાની વિસ્તુત સમજણ આપી હતી.
આ કાર્યક્રમના સથવારે દીકરીના જન્મને ઉત્સાહપૂર્વક આવકારવાનો તેમજ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે સરકારીની યોજનાઓનો લાભ લેવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.