વલસાડ-ડાંગ લોકસભાના ઉમેદવાર અનંત પટેલ નો અભિવાદન સમારોહ યોજાયો

ગુજરાત

તા.05/04/2024 ની રાત્રે ચીખલી તાલુકાના ગોડથલ ગામેં 26 વલસાડ-ડાંગ લોકસભાના કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર અનંત પટેલના  અભિવાદન સમારોહનું અયોજન ચીખલી તાલુકાના કૉંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

વલસાડ-ડાંગ લોકસભાના ઉમેદવાર આદિવાસી નેતા અનંત પટેલનાઅભિવાદન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા, વડીલો માતાઓ બહેનો અને ખાસ કરીને યુવાઓએ અનંત પટેલ નું અભિવાદન કર્યું હતું. વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર અનંત પટેલને જંગી બહુમતીથી જીતાડીશું ની વાત કરવામાં આવી છે.

જ્યાં મહા રૂઢિગ્રામસભાના અધ્યક્ષ રમેશ પટેલ, નવસારી જિલ્લા પ્રમુખશ્રી શૈલેષ પટેલ, કૉંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત સભ્યશ્રી અને મોટી સંખ્યામાં હિતેચ્છુ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *