વલસાડ જિલ્લામાં DFCCLકોરીડોરને લઈ પ્રભાવિત 7 ગામના સરપંચો સાથે બેઠક યોજાઈ હતી…

ગુજરાત: વલસાડ

વલસાડ જિલ્લાના દક્ષિણ છેડે મહારાષ્ટ્ર રાજ્યના પાલઘરથી ભૂસાવલ સુધી DFCCILની રેલવે લાઇન પસાર થનાર છે. મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર અને ભૂંસાવલ વચ્ચે સૂચિત રેલવે કોરિડોર લાઇન માટે રેલવે વિભાગ દ્વારા એલાયમેન્ટ માટે પ્રથમ સરવેની કામગીરી હાથ ધરનાર છે. જેને લઈને કોરિડોરમાં પ્રભાવિત થનારા અંદાજે 7 જેટલા ગામોના સરપંચો અને DFCCIL (Dedicated Freight Corridor Corporation of India Ltd)ના અધિકારીઓ સાથે વલસાડ તાલુકા પંચાયત ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સંભવિત અસરગ્રસ્ત ગામોના સરપંચો અને અગ્રણીઓને આગામી દિવસોમાં DFCCIL (Dedicated Freight Corridor Corporation of India Ltd) દ્વારા થનાર એલાયમેન્ટના પ્રાથમિક સરવે બાબતે DFCCILના અધિકારીએ જરૂરી સમજ આપી હતી.

જેને લઈને વલસાડ તાલુકાના મામલતદાર અને TDO (Tribal Development Officer)ના અધ્યક્ષ સ્થાને વલસાડ તાલુકા પંચાયતના સભા ખંડમાં સંભવિત અસરગ્રસ્ત ગામોના સરપંચો અને અગ્રણીઓ અને DFCCILના સરવેના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ જીલ્લાના 7 અસરગ્રસ્ત ગામોના લોકો DFCCILના સરવે દરમ્યાન સ્થાનિક લોકો કર્મચારીઓની મદદ કરી શકે તે માટે પરામર્શ કરાયું છે. જે બાબતે ગામના સરપંચો અનેં અગ્રણીઓને ગામમાં સ્થાનિક લોકોને DFCCILના સર્વે બાબતે જાણ કરવા અને સરવેમાં મદદ કરવા જાગૃત કરવા જણાવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં સ્થાનિક લોકો સાથે બેઠક કરાવવા જણાવાયુ  હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *