ધરમપુર તાલુકાના ખામદહાડ ગામમાં નકલી પોલીસ બની છેતરપિંડી કરતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

વલસાડ: ધરમપુર

ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કેટલાક ઈસમો દુકાનદારો અને અન્ય લોકોને પોલીસ બની છેતરપિંડી કરતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ખામદહાડ નિશાળા ફળિયામાં બેલુંભાઈ ગવડી ઘણા વર્ષોથી ચીકન શોપ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

26મી મે 2024ની રાત્રીએ 3 અજાણ્યા ઈસમો બેલુંભાઈ ગવડીની ચિકન શોપમાં આવી પહોંચ્યા હતા. પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને બેલુભાઈ ચિકન શોપની આડમાં વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની એક જાગૃત નાગરિકે અરજી કરી હોવાનું જણાવી ચિકન શોપમાં ચેકીંગ હાથ ધર્યું હતું.

 ચિકન શોપની આડમાં દારૂનો વેપલો થતો હોવાની અરજી આવી હોવાથી ચેકીંગ કરવાનું જણાવી ચિકન શોપમાં ચેકીંગ કરી અરજી પટાવટ કરવા રૂ. 10 હજારની માંગણી કરી હતી.

ચિકન શોપમાં ગેરકાયદે પ્રવૃત્તિ મળી આવી ન હતી. જેથી નકલી પોલીસના જવાનોએ અરજી ઉપર કોઈ કાર્યવાહી ન કરવા બદલ રૂ. 10 હજારની માંગણી કરી હતી. જેથી બેલુંભાઈ ગવડીને પોલીસના વેશમાં આવેલા ઈસમો પોલીસ જવાન ન હોવા અંગે શંકા જતા બેલુંભાઈ ગવડીએ યુક્તિનો ઉપયોગ કરીને ખામદહાડ ગામના અગ્રણીઓ અને ધરમપુર પોલીસને ઘટનાની જાણ કરી હતી.

બેલુભાઇ ગવડીની ચિકન શોપ પાસે ગામના આગ્રણીઓનો એકત્રિત થતા નકલી પોલીસ ભાગવા લાગ્યા હતા. જે પૈકી એક યુવકને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો.

જાગૃત ચિકન શોપ સંચાલકે યુક્તિ પૂર્વક સ્થાનિક લોકો અને ધરમપુર પોલીસને ઘટનાની જાણ કરી. નકલી પોલીસ સામે અચાનક ઓરીજનલ પોલીસનું નામ આવતા આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા સ્થાનિક લોકોએ એકને ઝડપી ધરમપુર પોલીસને સોંપ્યો હતો. ધરમપુર પોલીસે નકલી પોલીસ તરીકે રોફ જમાવનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન અન્ય બે આરોપીઓને પણ ઝડપી લીધા હતા.

 ધરમપુર પોલીસે ધીરજ નરેશ પટેલની ધરપકડ કરી આરોપીની પૂછપરછ કરતા કેસમાં સંડોવાયેલા કૃતિક ઈશ્વરભાઈ પટેલ, મિતુલ મનોજ પટેલના નામ ખુલતા તેમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.

 સંદર્ભ: દિવ્ય ભાસ્કર સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *