જે શિક્ષક વિવાદોમાં ઘેરાયેલો, સજા પામેલ હોય તે શિક્ષક આદિવાસી વિસ્તારમાં જોઈતો નથી

વલસાડ: ધરમપુર

તા.13/02/2023 ના દિને શિક્ષણ અધિકારી શ્રી ધરમપુર ને ધરમપુર તાલુકાના મરઘમાળ શાળામાં વિવાદિત શિક્ષકનો પુનઃસ્થાપનનો હુકમ રદ કરવા બાબતે રજુઆત કરવામાં આવી.

જે શિક્ષક કાયમ વિવાદોમાં ઘેરાયેલો રહે છે અને સજા પામેલ શિક્ષક હોય, જેઓ અમારા આદિવાસી વિસ્તારમાં જોઈતો નથી કારણકે જે શિક્ષક સજા પામેલ હોય એનું બાળકો પ્રત્યે વલણ કેવું હશે, અમારા આદિવાસી વિસ્તારની શાળામાં બાળકો શાંતિ પ્રિય હોય અને એમને સારું શિક્ષણની જરૂર હોય નહીં કે આવા વિવાદીત શિક્ષકને મુકીને ગામની શાંતિ ભંગ કરવાનું.

જેથી મરઘમાળ ગામે નિલેશભાઈ જગુભાઈ પટેલ ને પુનઃસ્થાપનનો જે હુકમ તાત્કાલીક રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે અને જો છતાં પણ આ શિક્ષકને મરઘમાળ ગામની પ્રાથમિક શાળામાં હાજર કરવામાં આવછે તો ગમલોકો સાથે ભેગા મળીને ગેઇટ આગળ બેસીને આ શિક્ષકનો વિરોધ કરવામાં આવશે

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *