ધરમપુર તાલુકાના સિદુમ્બર ગામની છાત્રાલયમાં રસોઈ બનાવતી વેળાએ કુકર બ્લાસ્ટ થતા મહિલા દાજી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ.

વલસાડ

ધરમપુર તાલુકાના સિદુમ્બર ગામમાં આવેલી નીલ ભવન શ્રી વનવાસી ઉત્કર્ષણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર છાત્રાલયમાં રસોડામાં કામ કરતી કોકીલાબેન ધર્મેશભાઈ ગરાસીયા વિદ્યાર્થીઓ માટે દાળ બનાવી રહી હતી. દાળ બનાવવા ચૂલા ઉપર કુકર મૂકી રસોઈની અન્ય તૈયારીઓ કરી રહી હતી.

તે વખતે અચાનક કુકર ધડાકા સાથે ફાટ્યું હતું. અચાનક બ્લાસ્ટ થતા રસોડામાં કામ કરતી મહિલા દાજી ગઈ હતી. કુકર ફાટવાનો ધડાકો એટલો ભયાનક હતો કે, રસોડા ઉપરનું પતરું તૂટી ગયું હતું. છાત્રાલયના રસોડામાં ધડાકો થતા તાત્કાલિક છાત્રાલયના બાળકો તેમજ ટ્રસ્ટીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

છાત્રાલયમાં ચેક કરાતા રસોડામાં દાળ બનાવતી મહિલા કોકીલાબેનના ચહેરા પર દાળ પડતા તેઓ દાજી ગયા હતા. ઘટના સ્થળની જાણ 108ની ટીમને કરતા કોલ મળતાની સાથે 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી દાઝી ગયેલી મહિલાને 108ની મારફતે ધરમપુરની ખાનગી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *