ધરમપુર તાલુકાના ભવાડા તલાટ ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો.

વલસાડઃ ધરમપુર

વરસાદની સીઝન શરૂ થતા જ અનેક જગાએ અકસ્માતો પણ વધી રહ્યાં છે.
આજ રોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભવાડા તલાટ ગામે બપોરે 1:30 વાગ્યાની આસપાસ કાર અને બાઈક  વચ્ચે અકસ્માત સર્જાયો.

ધરમપુર તાલુકાના ભવાડા તલાટ અને ખામદહાડ ગામ વચ્ચે ભવાડા ઉપલું ફળિયુંમાં જયેશ ગાયકવાડનાં ઘર નજીક મારુતિ સુઝુકી કાર XL6 કાર નંબર GJ-15 CK-6913 અને સ્પેન્ડર બાઈક નંબર GJ-15 BS-0522 વચ્ચે અકસ્માત સર્જ્યો જેમાં બાઇક ચાલકને પગનાં ભાગે ગંભીર ઇજા થઇ છે.

બાઈક ચાલક બીજી બાઈકને ઓવરટેક કરવા જતાં સામેથી આવતી કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો, જેમાં કારમાં 2 વ્યક્તિ કાર ચાલક અને નાનું બાળક હતું. જે બને વ્યક્તિને કઈ ઇજા થઇ નથી. જ્યારે બાઇક સવારમાં 2 વ્યક્તિ હતા, જેમાં બાઇક ચાલકને પગનાં ભાગે અને પાછળ બેઠેલ વ્યક્તિ ને માથાનાં ભાગે ઇજા થઇ હતી.

કાર ચાલક ધરમપુર તાલુકાના પીપલપાડા ગામનાં રહેવાસી પ્રતિકભાઈ ભોંડવા જેઓ અનાવલ ગુરુ પૂર્ણિમાનાં કાર્યક્રમ ગયેલ શ્રદ્ધાળુને લેવા જઈ રહ્યા હતા અને બાઇક ચાલક ધરમપુર તાલુકાના સજનીબરાડા ગામનાં ગણેશભાઈ માહલા જેઓ ધરમપુર થી પોતાના ગામ સજનીબરડા જઈ રહ્યા હતા.

ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

One thought on “ધરમપુર તાલુકાના ભવાડા તલાટ ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *