તહેવારો આવતા જ ભેળસેળના કિસ્સાઓ સામે આવ્યા છે…

ગુજરાત

આ દશેરામાં ફાફડા-જલેબીની મોજ માણવા માટે આપનો જીવ અને જીભ બન્ને તલપાપડ થઈ રહ્યા છે. તહેવારો વચ્ચે ભેળસેળના કિસ્સાઓ સામે આવ્યા છે.

તહેવારો વચ્ચે સૌથી ચોંકાવનારા દ્રશ્યો અમદાવાદના ઓશવાલમાંથી સામે આવ્યા છે. જેના ફરસાણ અને ખાસ તો ફાફડા-જલેબી લોકો વખાણી-વખાણીને ખાય છે. તે કેટલી ગંદકી વચ્ચે તૈયાર થઈ રહ્યા છે. ગ્રાહકનો દાવો છે કે તેણે સી જી રોડ ગિરિશ કોલ્ડડ્રીંક પાસેની બ્રાન્ચમાંથી ખાખરા ખરીદ્યા હતા. બીજી બાજુ ઈન્દુબેન ખાખરાવાળાના ખાખરામાંથી  ઈયળ નીકળી છે. ગ્રાહકે ફરિયાદ કરી તો દુકાનદારે તેને રૂપિયા પરત આપવાની વાત કરી. જેને પગલે ગ્રાહક ખૂબજ રોષે ભરાયો હતો.

ભરૂચમાં પણ લસ્સીમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. સુરતમાં અડાજણમાંથી નકલી ઘી ઝડપાયા બાદ વરાછામાંથી પણ સુમુલનું ડુપ્લીકેટ ઘી મળી આવ્યું છે. ડુપ્લીકેટ ઘીના લગભગ 71 જેટલાં ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. અહીં મુદ્દો એ છે કે ઊંચી કિંમત વસૂલ્યા બાદ પણ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં શા માટે કરાઈ રહ્યા છે ?

અમદાવાદના ઓશવાલ રેસ્ટોરન્ટના ભોંયરામાં આવેલા રસોડાને કોર્પોરેશન દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે અને તેને બંધ કરાવવાની જરૂર શા માટે પડી છે. તેની સાબિતી આ દ્રશ્યો જ આપી રહ્યા છે. જમીનથી લઈ દિવાલો પર ગંદકીના થર પર થર જામેલા છે અને ગંદકી વચ્ચે સામાન પણ વેર-વિખેર પડેલો છે.

બ્રાન્ડના નામે દુકાનદારો દ્વારા ગ્રાહકો પાસેથી કિંમત તો ઊંચી વસૂલવામાં આવે છે. હાઈજીનના દાવા કરવામાં આવે છે. તો સ્વચ્છતા જાળવવામાં આવી લાલિયાવાડી કેમ તે મોટો સવાલ છે. હાલ તો ઓશવાલમાંથી ફાફડા-જલેબીના સેમ્પલ લઈને તેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પણ, આ સેમ્પલના રિપોર્ટ ક્યારે આવશે. તે પણ મોટો સવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *