વલસાડ: ધરમપુર
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ આવેલ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને ક્ષતીગ્રસ્ત સાયકલોની આપતા જરૂઆત.
તારીખ 17/12/2024 ના દિને પ્રાંત અધિકારી શ્રી ધરમપુર ને આદર્શ નિવાસી શાળા ધરમપુર ખાતે વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ક્ષતીગ્રસ્ત સાયકલોની તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી.
મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાની સ્કૂલોના વિદ્યાર્થીઓને જે આદર્શ નિવાસી શાળા ધરમપુર ખાતે સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે એ તમામ સાયકલોને રંગ-રોગાન અને સમારકામ કરીને આપવામાં આવી રહી છે.
મોટી સંખ્યામાં આપવામાં આવેલ સાયકલો ક્ષતિગ્રસ્ત હોય તેના કારણે વિદ્યાર્થીઓના વાલીને એક સાયકલ પાછળ આશરે 1000 રૂપિયા થી વધારે ખર્ચ કરવા પડશે.
આજે જે વિધાર્થીઓ ને સાયકલ આપવામાં આવેલ છે એ વિધાર્થીઓ ને સ્કૂલમાં ગેર હાજર બાતવવામાં આવ્યા છે કે કેમ અને એ વિધાર્થીઓનો અભ્યાસ બગડ્યો એનું શું?.
શું અહીં આદિવાસી વિસ્તાર ધરાવતા અને આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલે આવો અન્યાય કરવામાં આવી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ નામે સરકાર કરોડના તાઈફાઓ કરે છે અને શાળા પ્રવેશોત્સવ 2023 ની સાઇકલો આપવાનું જ ભૂલી ગયા અને એજ સાયકલો ને કલરકામ કરીને 2024 પૂર્ણ થવાનું ત્યારે આપવામાં આવી એ કેટલા અંશે યોગ્ય ?.
આપવામાં આવેલ સાયકલોની ચકાસણી કરવામાં આવે અને જેના દ્વારા પણ આ બેદરકારી દાખવામાં આવી છે એમના પર શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરવામાં આવી.