વલસાડ: ધરમપુર
વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના મામાભાચા ગામે તારીખ.08/02/2026 ના દિને અંજની ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત કન્યા છાત્રાલયના લાભાર્થે બિરસાભીમ ચેમ્પિયન ટ્રોફી ધરમપુર તાલુકો ગ્રામ્ય ટેનિસ ક્રિકેટ સીઝન-1 નુ આયોજન કરવામાં આવ્યું.
જે બિરસાભીમ ચેમ્પિયન ટ્રોફી સીઝન-1 જય બજરંગ બલી સ્ટેડિયમ મામાંભાચા ખાતે રાખવામાં આવેલ છે જેમાં ધરમપુર તાલુકાની વિવિધ ગામોની કુલ 48 ટીમ ભાગ લેશે જેમાં વિજેતા અને રનર્સઅપ ટિમો ને ટ્રોફી અને રોકડ ઇનામો આપવામાં આવશે.
બિરસાભીમ ચેમ્પિયન ટ્રોફી સીઝન-1 માં રાજકીય વિચારધારા વગર ફક્ત આદિવાસી સમાજ અને બંધારણ રચઇતા ડૉ.બાબા સાહેબના ફ્લેગ ગલાવવામાં આવેલ છે તેમજ ટ્રોફી પર પણ બાબા સાહેબની છબી જોવા મળી જે એક આદિવાસી સમાજમાં દાખલારૂપ આયોજન કરવામાં આવેલ છે.
જે કાર્યક્રમ માં ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, હનમતમાળ ગામના સરપંચશ્રી વિજયભાઈ અને સ્થાનિક આગેવાન ઉપસ્થિત રહ્યા બિરસાભીમ ચેમ્પિયન ટ્રોફી સીઝન-1 નું આયોજન રમતુંભાઇ અને તેમની દ્વારા કરવામાં આવ્યું.