ખાડામાં વૃક્ષની ડાળી રોપી વિરોધ! અવાર-નવાર લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે

વલસાડઃ ધરમપુર

જય જોહાર

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં અનેક જગ્યાએ રસ્તાની સમસ્યા જોવા મળે છે જેના કારણે ઘણી વખત અકસ્માતો સર્જાતા હોય છે જેમાં લોકોનો જીવ પણ ગુમાવવાનો વારો આવે છે, જેના વિરુધ્ધમાં આદિવાસી સમાજના આગેવાન ધરમપુર તાલુકા પંચાયત અપક્ષના સભ્ય કલ્પેશ પટેલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.

 તા.15/07/2024 ના દિને વાપી શામળાજી નેશનલ 56 રોડ પડેલ ખાડાઓમાં અવાર-નવાર લોકો અકસ્માતનો ભોગ બનતા ખાડામાં વૃક્ષ ની ડાળી રોપી ખાડાઓની પૂજા કરી વહીવટી તંત્રનો વિરોધ કરવામાં આવ્યો.

વાપી શામળાજી નેશનલ 56 રોડ ગયા વર્ષે કરવડ થી ખાનપુર સુધી 22.5 કરોડ ના ખર્ચે બનવવામાં આવેલ હતો ત્યારે પણ કાર્યપાલક ઈજનેર ને જાણ કરી હતી કે આ રસ્તામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે સરકાર રોડ માટે ગ્રાન્ટ ફાળવતી હોય છે પરંતુ આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અને અમુક અધિકારીઓના મિલી ભગતને કારણે ઘણા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ગઈ સામાન્ય સભામાં આ બાબતે ફરિયાદ પણ કરી હતી પરંતુ યોગ્ય ખાડાઓનું પુરાણ ન કરવાના કારણે ગઈકાલની રાત્રે પણ આજ ખાડામાં 2 વ્યક્તિ અકસ્માતનો ભોગ બન્યા હતા.

જો આ ખાડાઓનું પ્રોપર નિરાકરણ ન કરવામાં આવ્યું તો આજે ફક્ત ખાડા પૂજન કરી તંત્રનો વિરોધ કર્યો છે આવનાર દિવસમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.

જ્યાં આસુરા ગ્રામપંચાયતના સભ્યશ્રી નરેશ પટેલ, સભ્ય શ્રીરવુંભાઈ, આદિવાસી સમાજના અગ્રણઓ કનુંભાઈ, અનિલ પટેલ, હેમંત પટેલ, મનીષ પટેલ, સચિન પટેલ, નીરવ પટેલ, સુનિલભાઈ, સાવરભાઈ એ સહકાર આપ્યો હતો.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *