આદિવાસી સમાજના બાળકો ખુલ્લાં માં બેસી ને ભણવા માટે મજબુર

વલસાડ :

આગામી લોકસભાની ચૂંટણી પ્રચાર અને મુલાકાત દરમિયાન અનેક ગામોમાં મુલાકાત સાથે અનેક ગામોની સમસ્યા છે જેનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી.

તા.26/03/2024 ના દિને વલસાડ તાલુકાના ગામોમાં 26-વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર અનંત પટેલ એ આગેવાનો ની શુભેચ્છા મુલાકાત લીધી હતી તે દરમિયાન વલસાડ તાલુકાના ધનોરી ગામે આવેલ શાંતિનગરમાં આંગણવાડીમાં સ્થાનિક લોકો એ કરેલ રજુઆત ના આધારે આશરે 40 થી વધારે આદિવાસી સમાજના બાળકો ખુલ્લાં માં બેસી ને ભણવા માટે મજબુર બન્યા છે.

વિકસિત ભારત અને 400 પારની વાત કરનાર વલસાડ લોકસભાના ઉમેદવાર જે કહે છે કે આદિવાસી સમાજનો શુભચિંતક છું તો આ આગણવાડીમાં ભણતા આદિવાસી બાળકો કેમ બહાર બેસી ને ભણવા મજબુર બન્યા છે.

આ બાળકોની વેદના વહીવટી તંત્ર એ કેમ નોંધના લીધી તાત્કાલિક આ આંગણવાડીના મકાન અંગે નિરાકરણ ન આવ્યું તો આદિવાસી સમાજના બાળકોના ભણતર ને ધ્યાન માં રાખીને કાર્યક્રમ આપવાની ફરજ પડછે જેની નોંધ લેવી. આદિવાસી સમાજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *