ગેસના સિલિન્ડર ન મળવાની ફરિયાદ ધારાસભ્યશ્રી અનંત પટેલને કરાઈ હતી.

વલસાડ: ધરમપુર

તા. 10/10/2024 ના રોજ મળેલ માહિતી મુજબ અગાઉ જે તા.07/10/2024 એ ધરમપુર ખાતે આવેલ HP ગેસ એજન્સી માં છેલ્લા ઘણા દિવસથી લોકો આખો દિવસ લાઈનમાં ઉભા રહે અને ગેસના સિલિન્ડર ન મળવાની ફરિયાદ ધરમપુરના સ્થાનિક લોકો દ્વારા વાંસદા ચીખલીના ધારાસભ્યશ્રી અનંત પટેલ ને કરી હતી.

જેના અનુસંધાને HP ગેસ એજન્સી મુલાકાત લઇ લોકોને પડતી મુશ્કેલી અગે નિરાકરણ કરવા અગે લેખિત માં HP ગેસ એજન્સી ધરમપુર,કલેક્ટર શ્રી વલસાડ,પ્રાંત અધિકારી શ્રી ધરમપુર,ડીસ્ટ્રીક સપ્લાય ઓફિસર વલસાડને ફરિયાદ કરવામાં આવી હતી, જે બાબતે  તા. 10/10/2024 થી પૂરતો HP ગેસ સિલિન્ડરનો જથ્થો મળી રહ્યો છે, એવી માહિતી આપવામાં આવી છે.

લોકોને પડતી હાલાકી બાબતે સહકાર આપનાર વાંસદા ચીખલીના ધારાસભ્યશ્રી અંનત પટેલ, કલ્પેશ પટેલ અને વહીવટી તંત્રનો લોકોએ આભાર માન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *