ધરમપુર,કપરાડામાં કોંગ્રેસ આગળ જ્યારે પારડી,વલસાડ અને ઉમરગામમાં ભાજપ…

વલસાડ

વલસાડ-ડાંગ લોકસભાની બેઠક કોણ જીતશે? તેની વચ્ચે 4 જૂન 2024 મંગળવારે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. શરૂઆતના રાઉન્ડ થી ભાજપ આગળ રહ્યું હતું. શહેરી વિસ્તારની જંગી લીડના કારણે ભાજપના ઉમેદવારોને સફળતા મળી હતી.

વલસાડ-ડાંગ 7 વિધાનસભાની વાત કરીએ તો વાંસદા અને કપરાડામાં કોંગ્રેસને લીડ મળી હતી.ધરમપુરમાં પણ કોંગ્રેસને પાતળી સરસાઈ રહી હતી. અપેક્ષા મુજબ આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસને જંગી મતો મળ્યા ન હતા.

બીજી બાજુ ભાજપ વલસાડ, પારડી, ઉમરગામમાં આગળ રહ્યું હતું. શહેરી વિસ્તારની સાથે આદિવાસી વિસ્તાર ડાંગમાં પણ ભાજપે લીડ મેળવી હતી.જેના કારણે કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો હતો.

વલસાડ વિધાનસભા બેઠકમાંથી ભાજપને 106699 મતોની લીડ મળી હતી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને પોતાની વિધાનસભામાં 31778 મતોની જ લીડ મળી હતી.

ભાજપના ધવલ પટેલને મળેલ મત 764226, કોંગ્રેસના અનંત પટેલને મળેલ મત 553522 ભાજપના ધવલ પટેલનો 210704 મતથી વિજય થયો છે.

7 વિધાનસભામાં મતોનું અંતર:

બેઠક             ભાજપ              કોંગ્રેસ                     લીડ 

ડાંગ                75728             74028                  1700

વાંસદા           92508             124286                31778

ધરમપુર         93932              97957                   4025

કપરાડા         92564              115790                 23226

પારડી            125737             48012                  77725

ઉમરગામ      135879             49346                  86533

વલસાડ         144587             37888                106699

સંદર્ભ: દિવ્ય ભાસ્કર સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *