વલસાડ: ધરમપુર
જય જોહાર
તાલુકા વિકાસ અધિકારીશ્રી ધરમપુર અને ચીફ ઓફિસરશ્રી નગર પાલિકા ધરમપુર ને ધરમપુર ખાતે ચાલતી લાઈબ્રેરી નો સમય સવારે 07:00 થી સાંજે 10:00 સુધી કરવા બાબતે તારીખ.13.02/2026 ના રોજ રજૂઆત કરવામાં આવી.
હાલ માં તાલુકા પંચાયત સંચાલિત લાઈબ્રેરી છે એ સવારે લગભગ 9:00 વાગ્યે ખુલે છે. જ્યારે વલસાડમાં જિલ્લા લેવલ ની લાઈબ્રેરી સવારે 7:00 વાગ્યા થી સાંજે 10:00 વાગ્યા સુધી ચાલુ રહે છે. અહીં ધરમપુર ની પણ તાલુકા પુસ્તકાલય એ સવારે 7:00 થી સાંજે 10:00 વાગ્યા સુધી સમય કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખુબ આવકાર દાયક ગણાય એમ છે.
સાંજે 6:00વાગ્યા પછી સરકારી પુસ્તકાલય બંધ થઈ જાય છે જેથી આદિવાસી બાળકો જે આર્થિક રીતે નબળા છે તેઓ ને 6:00 વાગ્યા પછી ખાનગી લાઈબ્રેરીમાં મહિનાના 1000 રૂપિયા કે તે થી વધુ ભરી ને સાંજે 6:00 વાગ્યા થી 10:00 વાગ્યા સુધી વાંચવા જવા પડે છે. જો સરકારી પુસ્તકાલય સવારે 7:00 થી સાંજે 10:00 વાગ્યા સુધીનો સમય કરી દેવામાં આવે તો ખાનગી લાઈબ્રેરીમાં નહીં જવા પડે અને રૂપીયા બચી શકે.
મળતી માહિતી મુજબ હાલમાં 3 મહિનામાં એટલે કે એપ્રિલ, મેં, જૂન, જુલાઈ માં પોલીસ કોન્સ્ટેબલ, પી એસ આઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, ગ્રામ સેવક , CCE ક્લાર્ક, GPSC જેવી અનેક લેખિત પરીક્ષાઓ યોજાઈ રહી હોય જેમાં અનેક વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ તક હોય, અને ધરમપુર તાલુકાની લાઇબેરીમાં આશરે 300 થી વધુ વિદ્યાર્થીઓ વાંચવા માટે આવે છે અને લાઈબ્રેરી દર સોમવારે બંધ રહે છે તો વિધાર્થીઓના અભ્યાસ ને હિત ને દયાને રાખીને સોમવારે પણ ચાલુ રાખવામાં આવે એવી રજૂઆત છે.
અને આજે ગાંધીનગરમાં પણ સેન્ટ્રલ લેવલ પુસ્તકાલય છે તે પણ સવારે 7:00 થી સાંજે 11:00 વાગ્યા સુધી રહે છે તો ધરમપુરમાં પણ ચાલુ રહે એવી માંગણી અને લાગણી વ્યક્ત કરવા આવી એ બાબતે લાઈબ્રેરીનુ સંચાલન કરતા વિભાગ સાથે સંકલન કરી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને લઇ યોગ્ય નિરાકરણ કરવાની રજૂઆત કરવામાં આવી.
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય: કલ્પેશ પટેલ