ડાંગ જિલ્લાનો પોતાનો ઉત્સવ એટલે “ડાંગ દરબાર”

ડાંગ: અહવા

“ડાંગ દરબાર” આદિવાસી સંસ્કૃતિ જીવનશૈલી, લોકકળા, બોલી, રહેણીકરણીને ઉજાગર કરતો ઉત્સવ છે.

૧૮૪૨માં શરૂ થયેલો, ડાંગ દરબાર રાજ્યમાં આયોજિત થનારી સૌથી જૂની આદિવાસી ઘટનાઓમાંની એક ઘટના છે. શરૂઆતમાં, તે બ્રિટિશ અધિકારીઓ સાથે વાસુર્ણા, ગઢવી, કિર્લી, દાહેર અને પિપરી નામના પાંચ રાજ્યોના રાજાઓ વચ્ચે યોજાતી વાર્ષિક બેઠક હતી.પ્રાચીન ભારતીય ધર્મગ્રંથોમાં ડાંગને દંડ આરણ્યક તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે ‘વાંસનું જંગલ’

તારીખ : ૨૦/૦૩/૨૦૨૪ થી તા. ૨૪/૦૩/૨૦૨૪ રંગ ઉપવન, આહવા ખાતે યોજાશે. ડાંગ દરબાર એક મેળો છે, જેનું આયોજન ગુજરાતના ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે હોળીના ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે. ડાંગ દરબારમાં સરકાર દ્વારા પાંચ જુના ડાંગ દરબારોને શિરપાવ આપવામાં આવે છે.ડાંગ દરબાર ડાંગ જીલ્લાના આદિવાસીઓનોપારંપરિક ઉત્સવછે, ખાઉલા પેવલાને નાચુલા જેમનો જીવનમંત્ર છે.

ડાંગ દરબાર-૨૦૨૪ જેમાં રાજવીશ્રીઓની શોભાયાત્રા, સાલીયાણા અર્પણ કરવાનો ઐતિહાસિક કાર્યક્રમ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર, પ્રદર્શન સ્ટોસ્, મનોરંજનની વિવિધ રાઈડસ્, ફૂડ સ્ટોલ, હાટબજાર અને ભાતિગળ લોકમેળો જોવા અને જાણવા મળશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *