ગુજરાત
કોંગ્રેસે વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર આદિવાસી નેતા તરીકે લોકપ્રિય ધારાસભ્ય અનંત પટેલનું નામ જાહેર કર્યું છે. આદિવાસી નેતા અનંત પટેલ સામે ભાજપે વાંસદાના ઝરી ગામના રહીશ આદિવાસી શિક્ષિત ધવલ પટેલનું નામ જાહેર કર્યું છે, ધવલ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારતા વાંસદા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં કોને ટિકિટ મળશે એ વાત ચર્ચામાં હતી. વર્તમાન સાંસદ ડો. કે.સી.પટેલનાં સ્થાને નવો ચહેરો આવશે એવી નિશ્ચિતતાઓ અગાઉથી વર્તાતી હતી. જોકે તેમની ટિકિટ ઘરમાં જ રહેશે એવી વાતો કેટલાક રાજકારણીઓ કહેતા હતા. આ ઉપરાંત મહેન્દ્ર ચૌધરીનું નામ પણ ચર્ચામાં હતું.
ભાજપએ જે લિસ્ટ જારી કર્યું. તેમાં નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના ઝરી ગામના રહીશ એવા ધવલ પટેલને લોકસભાની ટિકિટ મળતા સંપૂર્ણ ચર્ચાઓનો અંત આવી ગયો છે. ધવલ પટેલ કોણ છે એ જાણવા લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. વાંસદા તાલુકાના ઝરી ગામના રહીશ ધવલ પટેલ સુરતમાં પણ ઘર ધરાવે છે અને છેલ્લા ઘણા સમયથી ભાજપ આદિવાસી મોર્ચાના રાષ્ટ્રીય સોશિયલ મીડીયા ઈન્ચાર્જ છે. ૩૮ વર્ષીય ધવલ પટેલે બી.ટેક.એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, હાલમાં એમબીએ માર્કેટિંગ કરે છે. ધવલ પટેલે ભારત કે જનજાતિંય ક્રાંતિવીર સહિત બીજા પુસ્તકો પણ લખ્યા છે.
કોંગ્રેસે વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર આદિવાસી નેતા તરીકે લોકપ્રિય ધારાસભ્ય અનંત પટેલનું અને તેમની સામે તેમની સામે ભાજપમાંથી વાંસદાના ધવલ પટેલ નવસારી જિલ્લાનાં બંને ઉમેદવારો વલસાડ લોકસભા બેઠક પર ચૂંટણી લડશે. ધવલ પટેલનું નામ આવી જતા લોકોમાં ધવલ પટેલ કોણ તે જાણવા ભારે ઉત્સુક્તા વર્તાઈ હતી. અંતે ધવલ પટેલ વાંસદાના રહીશ હોવાનુ શિક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું.