આપ જાણો છો કેલ્શિયમ કાર્બોઈડથી પાકવવામાં આવેલી કેરી ખાવાથી ચામડીના અલ્સર થઈ શકે છે.

ગુજરાત

હાલ કેરીની સિઝન ચાલી રહી છે. ત્યારે પાકેલી કેરીની માંગ વધુ હોય છે, કેરીને ઝડપથી કૃત્રિમ રીતે પકાવવા માટે વેપારીઓ કેલ્શિયમ કાર્બોઈડનો ઉપયોગ કરી રહ્યા છે. કાર્બોઈડનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આમ છતાં તેનો બેફામ ઉપયોગ કરી કેરી પકવવામાં આવી રહી છે.

રાજ્યના મોટાભાગના શહેરોમાં વેપારીઓ કેરીના બોક્ષમાં કેલ્શિયમ કાર્બાઇડ પડીકીઓ નાખીને ગ્રાહકોને આપતા હોય છે, કેટલીક જગ્યાએ એસટીલીન ગેસ છોડવામાં આવે છે, જેથી કેરી કુદરતી રીતે નહી પરંતુ કૃતિમ રીતે જલદી પાકી જાય છે.  કેલ્શિયમ કાર્બાઇડથી પકવવામાં આવેલી કેરીમાં કુદરતી મીઠાશ હોતી નથી.

આ રીતે પકવેલી કેરી ખાવાથી આરોગ્યને નુકશાન થાય છે, જેમ કે વારંવાર તરસ લાગવી, ચક્કર આવવા, ઉલટી, નબળાઈ અને ચામડીના અલ્સર પણ થઈ શકે છે.

FSSAI (Food Safety and Standards Authority of India) એ ભારતમાં ફળો પકાવવા માટે સલામત વિકલ્પ ઈથિલેન ગેસનો આપ્યો છે. તેનો ઉપયોગ પણ પાક, વિવિધતા અને પરિપક્વતાના આધારે 100 પીપીએમ સુધીના પ્રમાણમાં થઈ શકે છે.

ઉનાળાની સિઝનમાં Food Safety and Standards Authority of Indiaએ કાર્બાઇડ પરના પ્રતિબંધનો કડક પાલન કરવા રાજ્યના ખાદ્ય સુરક્ષા વિભાગોને સુચના આપી છે સાથે FOOD SAFETY AND STANDARDS ACT, 2006 અને તે હેઠળની જોગવાઈના આધારે ગેરકાયદેસર કામ કરતા વેપારીઓ સામે ગંભીર પગલા લેવા આદેશ આપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *