ભારત
જ્યારે આપણે નવો સ્માર્ટફોન ખરીદીએ છીએ, ત્યારે ફોન માટે સ્ક્રીન ગાર્ડ અને બેક કવર પણ ખરીદીએ છીએ. આ બંને ખરીદવા પાછળનું એકમાત્ર કારણ ફોનની સલામતી છે, પરંતુ આ વસ્તુ ફોનને જોખમમાં મૂકે છે.
ફોન હેંગ થવાની સમસ્યાનું કારણે છે કે ફોન પર કવરનો ઉપયોગ કરવાથી ફોનની ગરમી બહાર જતી નથી. તેથી પરફોર્મન્સ પર પણ અસર થાય છે. તેથી જ ફોન પર બેક કવર લગાવવું માત્ર ફાયદાકારક નથી પરંતુ નુકસાનકારક પણ હોઈ શકે છે.
ફોનની પાછળ પાછળનું કવર લગાવવું એ આપણી વ્યક્તિગત પસંદગી છે. જો હાથમાંથી ફોન વારંવાર પડતો રહે છે, તો પાછળનું કવર ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ફોનની પાછળ મેગ્નેટ કવર હોય, તો તે GPS સિસ્ટમને પણ અસર કરી શકે છે. ફોનનું કવર જેટલું જાડું હશે, તેટલી ગરમીની સમસ્યા વધારે હશે.
ફોનની પાછળ સોફ્ટ અને વેન્ટિલેટેડ કવર લગાવવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી કરીને હવા પસાર થઈ શકે અને ફોન ગરમ થવાની કોઈ સમસ્યા ન રહે .
પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે ફોનને ચાર્જ પર મુકીએ ત્યારે તેનું બેક કવર કાઢી નાખી અને પછી જ તેને ચાર્જ કરીએ .