વલસાડ:ધરમપુર
સર્પદંશના કેસોમાં ધરમપુર તાલુકાની સંજીવની સમાન શ્રી સાઈનાથ હોસ્પિટલના ડૉ. ડી.સી.પટેલે સિંગાપોરમાં સરીસૃપ તેમજ દરીયાઈ જીવ, નાના જીવજંતુ સહિત અન્ય જીવના ઝેરના પ્રકાર તેની માનવજીવન પર અસર અને નિરાકરણ માટે યોજવામાં આવેલી એક કોન્ફ્રરન્સમાં ૩૫ વર્ષથી સર્પદંશ સારવારના પીપીટીના માધ્યમથી રજૂ કરેલા અનુભવને દુનિયાભરના ઉપસ્થિત અગ્રગણ્ય તબીબો, સંશોધકો તથા વેજ્ઞાનિકોએ બિરદાવ્યો હતો.
ભારત દેશમાંથી 35 વર્ષમાં 19 ,698 સર્પદંશની સારવારના અનુભવી ડોક્ટર અને ગુજરાતમાંથી એક માત્ર સ્પીકર તબીબે કોન્ફ્રરન્સમાં આ જર્નીમાં સર્પદંશના ભોગ બનનારી 42 સગર્ભા માતા અને અંતિમ શ્વાસ/બંધ શ્વાના 74 દર્દીઓને બચાવ્યા હોવાનું જણાવતા કોન્ફ્રારન્સમાં દુનિયાભરના ઉપસ્થિત અગ્રગણ્ય તબીબો, સંશોધકો તથા વેજ્ઞાનિકો અચંબામાં પડી ગયા હતા.
તેમણે જણાવ્યું કે છેલ્લા 3 દાયકામાં મુખ્યત્વે 4 ઝેરી સર્પ કામળીયો, નાગ, મનીયાર અને ફોળસુના દર્શમાં હોસ્પિટલ માં પહોંચતા પહેલાં અથવા સારવાર દરમિયાન થતા કારણોની વાત કરતા જણાવ્યું હતું કે, અહી પહેલાં બે દાયકામાં ફોડસાના દંશમાં સુન્ય મૃત્યુઆંક છેલ્લા દાયકામાં વધ્યો છે કારણ કે દર્દીઓ લેટ થાય છે.
તેમને 14 વર્ષની વયમાં કોબ્રા બાઈટથી થયેલા એક વ્યક્તિના મોત નિહાળી સર્પદંશની સારવારના ઉદેશ્ય સાથે આગળ વધી સર્પદંશમાં સ્વસ્થ થતા દર્દીઓ તેમના જીવનની ઉપલબ્ધી ગણાવી તબીબ ભાવુક થયા હતા.
ડૉ. ડી.સી.પટેલે ભારત સરકાર તથા WHOના 2030 સુધીમાં સર્પદંશથી મૃત્યુદરમાં ખૂબ ઘટાડો કરવાના લક્ષ્યાંકના ભાગરુપે તેમના અનુભવનો સંદેશો પણ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત દર વર્ષના અંતે સર્પદંશ બાબતે વિશ્લેષણ કરવામાં આવે છે.
વધુમાં તેમને જણાવ્યું કે ધરમપુર તાલુકામાં સર્પ સંશોધન સંસ્થાનની સ્થાપનાથી રીજીયનસ્પેસિફિક એન્ટી વિનમ ઇન્જેક્શન બનાવવા તથા સંશોધન માટે ઝેર એકત્રીકરણ કરશે. આ સંસ્થાન થી ગુજરાત ઝેરનું મારણ આપશે અને સર્પદંશમાં ઝીરો રેટનો સંકલ્પ પરિપૂર્ણ થઈ શકે છે.
સંદર્ભ: દિવ્ય ભાસ્કર સમાચાર