ઉનાળામાં માટલાનું પાણી પીવું આરોગ્યની દૃષ્ટિએ સારું…

ઉનાળામાં ગરમીથી બચવા ફ્રીઝ કરતા માટીના માટલામાં ભરેલું  પાણી આરોગ્યની દૃષ્ટિએ સારૂ રહે છે.  બજારમાં 2 લીટર થી 20 લીટર પાણીના સંગ્રહવાળા માટલાનું રુપિયા 50 થી લયને 300 કે 400 રૂપિયાની આજુબાજુ વેચાણ થય રહ્યું છે .

ઉનાળામાં ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે, તેનાથી બચવા લોકો માટલામાં ભરેલું પાણી પીવે છે. માટલામાં ભરેલું પાણી કુદરતી રીતે ઠંડક આપે છે માટલાનું પાચનક્રિયા સુધારે છે. આ ઉપરાંત માટલુ વોટર પ્યુરિફાયરનું કામ કરે છે.

 માટલામાં અનેક ગુણધર્મો રહેલા હોય છે. માટીના માટલામાં પાણી ભરીને મુકવાથી માટીના માટલામાં રહેલા સૂક્ષ્મ ક્ષાર કેલ્શિયમના કેટલાક શ્રેષ્ઠ એલિમેન્ટ સતત પાણીમાં ભળ્યા કરે છે. જેને પીવાથી આપણા શરીરને પણ તે મળતા રહે છે.

હંમેશા ધ્યાન રાખવું જોયે કે જયારે પણ માટલામાંથી પાણી કાઢીએ ત્યારે સ્વચ્છ વાસણ કે ડોયા નો ઉપયોગ કરીએ. ઉનાળામાં ગરમીથી બચવા ફ્રીજના જમાનામાં હજુ પણ માટીના માટલાની માંગ એટલી જ રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *