વલસાડ: ધરમપુર
ધરમપુર તાલુકાની સ્ટેટ હોસ્પિટલ ખાતે જી.ડી.અજમેરા એજન્સીમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ પટાવાળા,ડ્રાઇવરો, લેબ ટેકનીસિયન,એક્સ-રે ટેકનીસિયન મળીને 40 થી વધારે કર્મચારીઓનો પગાર છેલ્લા અઢી મહીનાથી કરવામાં આવ્યો નથી.
જે બાબતે સુપ્રિડેન્ટ, ધરમપુરને તાત્કાલિક આઉટસોર્સિંગના કર્મચારીઓને પગાર ચુકવવામાં બાબતે રજુઆત કરવામાં આવી.
હમેશા આઉટસોર્સિંગના નામે કર્મચારીઓનું શોષણ કરવામાં આવે અને એમાં પણ અઢી મહિનાથી વધારે સમય થઈ ગયો હોવા છતાં પગાર ચુકવવામાં આવતો નથી. આ કર્મચારીઓ પોતાના ઘર કે પરિવારનું ભરણપોષણ પોષણ કઈ રીતે કરી શકે. જો તાત્કાલિક પગાર ચુકવવામાં ન આવે તો સ્ટેટ હોસ્પિટલની સામે ઉપવાસ પર બેસવાની ફરજ પડશે.
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય: કલ્પેશ પટેલ