ગુજરાત
7 મે લોકસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાતભરમાં મતદાન ચાલી રહ્યું છે. મતદાતાઓ સવારથી જ મતદાન કરવા મતદાન કેન્દ્રો પર પહોંચી ગયા છે. દેશના વડાપ્રધાન મોદી પણ વહેલી સવારે મતદાન કરવા અમદાવાદની નિશાન સ્કૂલમાં પહોચ્યાં હતા. ગૃહમંત્રીઅમિત શાહે પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું.
ત્યારે કથાકાર મોરારી બાપુએ વહેલી સવારે ભાવનગરમાં મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ મોરારી બાપુએ મતદારોને પણ મતાધીકારનો ઉપયોગ કરવાની અન્ય લોકોને પણ અપીલ કરી હતી. મોરારી બાપુએ જણાવ્યું કે દુનિયામાં આપણા દેશનું લોકતંત્ર ખુબ જ પ્રતિષ્ઠા પામી રહ્યું છે.
લોકોને રાષ્ટ્ર પ્રતિ ફરજ જરુર પુરી કરવા કહ્યું મતદાન કરવું આપણી રાષ્ટ્ર તરફની નજર છે, તેથી ફરી એકવાર લોકોને મતદાન કરવા અપીલ કરી છે.