વલસાડ: કપરાડા
વલસાડ જિલાના કપરાડા તાલુકા ખાતે ITI માં અભ્યાસકર્તા વિધાર્થીઓને NCVT ને લઈને છેતરપીંડી થઈ હોવાની ભીતિને લઇને પ્રાંત અધિકારીશ્રી ધરમપુર ને નિરાકરણ અગે આવેદનપત્ર આપવામાં આપી વિધાર્થીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. વિધાર્થીઓના ભવિષ્યને ધ્યાને લઇને ધરમપુર પ્રાંત અધિકારી શ્રી તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરી હતી અને વહીવટીતંત્ર દ્વારા નિરાકરણ કરી દેવામાં આવ્યું છે.
વલસાડ જીલ્લાના કપરાડા તાલુકા ખાતે આઈ.ટી.આઈ. માં વિધાર્થીઓ 2023 માં વાયરમેન NCVT બેચમાં એડમિશન લીધું હતું અને સપ્ટેમ્બર 2023 થી વાયરમેન ટ્રેડમાં તાલીમ લઈ રહ્યા હોય, પરંતુ એમને હાલ સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પર આધાર લિંક KYC નું કામ ચાલે છે.
NCVT MIS પરથી એ અંગેની લિંક 81 A બેચની લિંક આવેલ ન હોય જે બાબતે ITI માંથી વિધાર્થીઓને જણાંવવામાં આવેલ કે ડેટા NCVT પર અપલોડ થયેલ ન હોવાથી લિંક આવશે નહીં ની માહિતી આપવાઆવી હતી. જો આ વિધાર્થીઓને NCVT સર્ટી ન મળે તો ભવિષ્યમાં એમને DGVCL કે GETCO માં નોકરી મળી શકશે નહિ એવું વિધાર્થીઓને જાણવા મળ્યુ હતુ.
જે NCVT બાબતે વિદ્યાથીઓએ રજૂઆત કરી હતી. તે સમસ્યાના નિરાકરણ લાવવામાં સાથ-સહકાર આપનાર લોકોનો વિદ્યાર્થીઓ ખૂબ-ખૂબ આભાર માને છે.
.