ફોરેસ્ટ વિસ્તાર દ્વારા પ્રાથમિક શાળા બાળકોને ટ્રેકિંગ અને વૃક્ષોની સંભાળ અંગે માર્ગદર્શન આપ્યું.

વલસાડ : ધરમપુર

વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળામાં તારીખ .06/03/2026 ના દીને  પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આનંદ દાયક અને જ્ઞાનવર્ધક દિવસ રહ્યો છે. કારણ કે ફોરેસ્ટ વિભાગના અધિકારી આદરણીય શ્રી શક્તિસિંહ ચાવડા સાહેબ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર અનુભવ કરાવવામાં આવ્યો.

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સવારે નાસ્તો કરાવી ધરમપુર તાલુકાના  ખટાણા ગામ ખાતે આવેલા ફોરેસ્ટ વિસ્તારના ડુંગર પર ટ્રેકિંગ કરાવવામાં આવ્યું.  ટ્રેકિંગ દરમિયાન ડુંગર પર કરવામાં આવેલા પ્લાન્ટેશન (વૃક્ષોનું રોપણ) અંગે ખૂબ જ સરળ અને સમજણ ભરી માહિતી આપી, જેથી બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને પર્યાવરણ બચાવવાની ભાવના વધુ મજબૂત બને અને વૃક્ષોનું જતન કરે.

ત્યારબાદ ધરમપુર તાલુકાના રાજપુરી ગામ ખાતે આવેલી સેન્ટ્રલ નર્સરીની મુલાકાત કરાવી વિવિધ છોડ-વૃક્ષોની સંભાળ, તેમનું મહત્વ અને પર્યાવરણ માટેની તેમની ઉપયોગિતા અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું.

આવો અનુભવ વિદ્યાર્થીઓના જીવનમાં માત્ર આનંદ જ નહીં પરંતુ શીખવાનો એક સારો અવસર બની રહે છે. જે બદલ  શાળા પરિવાર તરફથી આદરણીય શ્રી શક્તિસિંહ ચાવડા સાહેબ તથા તેમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *