ગુજરાત
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માર્ચ 2024માં લેવામાં આવેલી ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા આજે ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે.આ વખતે ધોરણ 10 (SSC)ના કુલ 6,99,598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત બોર્ડ ધોરણ 10 (SSC) પરિણામ 82.56% જાહેર થયુ છે.
વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ તેમજ વોટ્સએપ નંબર 6357300971 નંબર પર તેમનો બેઠક ક્રમાંક મોકલીને તેમના પરિણામની વિગતો જાણી શકશે.
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું પરિણામ 87.22 ટકા આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર જેનું પરિણામ 74.57 ટકા રહ્યું છે.
100 ટકા પરિણામ ધરાવતા કેન્દ્ર દાલોદ (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) તલગાજરડા (જિલ્લો ભાવનગર) છે.
2023માં 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 272 હતી. આ વખતે ઘટી ને 70ની આજુબાજુ છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વધીને 1389 સુધી પહોચી ગઈ છે.
વલસાડ જિલ્લામાં SSCની પરીક્ષા માટે નોંધાયેલા 20,099 વિદ્યાર્થીઓમાંથી 19,838 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વલસાડ જિલ્લામાં A1 ગ્રેડમાં 297 વિદ્યાર્થી નોંધાયા છે જેમાં વલસાડ જિલ્લામાં SSCનું 83.16% પરિણામ જાહેર થયું છે.