ઝિમ્બાબ્વેની ધરતી પર રમાયેલી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ભારતે ભવ્ય જીત મેળવીને ફરી એકવાર વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. આ ઐતિહાસિક વિજય માત્ર એક ટ્રોફી નથી, પણ યુવા ખેલાડીઓની વર્ષોની મહેનત, સમર્પણ અને સંઘર્ષનું પરિણામ છે.
વલસાડના રત્ન હેનિલ પટેલની શાનદાર સિદ્ધિ
વલસાડ જીલ્લાના નાનકડા ગામ જૂજવામાં જન્મેલા યુવા ક્રિકેટર બોલર હેનિલ પટેલની વર્લ્ડ કપ જેવી મહત્વની ટૂર્નામેન્ટમાં પસંદગી થઈ ત્યારથી તેના માતા પિતા સફળતા માટે કરેલી પૂજા અર્ચના અને રાત-દિવસનો પરિશ્રમથી સાર્થક થઇ છે. શુક્રવારે ઝિમ્બાબ્વેમાં ઇંગ્લેન્ડ અને ભારતની અન્ડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા ગ્રામજનો, માતાપિતા, પરિવારજનો ટીવી પર ગોઠવાઇ ગયા હતા. જેમાં ભારતીય ટીમનો ભવ્ય વિજય થતાં હેનિલ પટેલના ઘર, ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.માતા પિતા પર સતત અભિનંદનના સંદેશા વહેતા થયા હતા.
વલસાડના જૂજવામાં જૂજવામાં રહેતા પરિવારનો પૂત્ર હેનિલ પટેલને ક્રિકેટમાં નાનપણથી જ ખૂબ રસ હતો જેથી માતા પિતાએ તેની મહેચ્છા પૂર્ણ કરવા માટે સતત તેને સપોર્ટ કર્યો હતો. નાનપણથી હેનિલ ક્રિકેટનો ગાંડો શોખ હતો.વલસાડ બીડીસીએ દ્વારા પણ તેને પ્રોત્સાહન કરવામાં આવી રહ્યો હતો. તેની અલગ અલગ ટૂર્નામેન્ટો રમાડવામાં આવતા ધીમે ધીમે હેનિલને ચોક્કસ લક્ષ્ય સાથેની ધારદાર બોલિંગ કરવામાં મહારત મળી હતી. માતા પિતા સતત તેને યોગ્ય ટ્રેનિંગ મળે અને તેને પ્રેક્ટિસ માટે જે કંઈ પણ જરૂર હતી તે પૂરી પાડી પોતાનો પૂત્ર ક્રિકેટની કારકિર્દીમાં આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા.દરમિયાન હેનિલ પટેલના સતત શ્રેષ્ઠ દેખાવને લઈ તેની અન્ડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવતાં પરિવારજનોનો આનંદ બેવડાઈ ગયો હતો.
છેવટે ઝિમ્બાબ્વે ખાતે ઇંલેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતનો ભવ્ય વિજય થતાં ટીમના ખેલાડી હેનિલ પટેલના ગામ વલસાડના જૂજવામાં લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. વધુમાં હેનિલના પિતાએ જણાવ્યું કે ભગવાનના આશિર્વાદથી ભારતની ટીમે જબરદસ્ત પ્રદર્શન કરી જીત પ્રાપ્ત કરી જેમાં મારો પુત્ર પણ ટીમમાં રમ્યો તે બાબત અમારા જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણો બની રહી હતી. વધુમાં તેમણે કહ્યું કે,ભારતની જીત બાદ પૂત્ર હેનિલ પટેલ માટે સતત મિત્રો, સગા સંબંધીઓ,ગ્રામજનો તરફથી અભિનંદનની છોળ વર્ષી રહી છે. આંખોમાં ખુશી અને હર્ષના અશ્રુ સાથે માતા પણ વ્હાલા પુત્રની સફળતા માટે ભગવાનની કૃપા માની રહી છે. તમે સાબિત કરી દીધું કે જો લક્ષ્ય સ્પષ્ટ હોય અને મહેનત કરવાની તૈયારી હોય, તો આકાશની ઊંચાઈઓ પણ નાની પડે છે.
#Under19WorldCup #HenilPatel #TeamIndia #Champions #PrideOfGujarat #CricketLife