ગુજરાત
“નારી તું નારાયણી”
નારી એટલે સ્વાભિમાન અને ગર્વ.
પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી 1911 માં કરવામાં આવી.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને 1997માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવી.
વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. મહિલા દિવસ લૈંગિક સમાનતા અંગેની જાગૃતતા ફેલવા અને સમાનતાના લક્ષ્યાંક હાંસિલ કરવા માટે એજન્ડા અને કૉલ ટુ એક્શન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ધ્યેય મેળવવા માટે ઈવેન્ટ્સ અને અવેરનેસ કેમ્પેઇનનું આયોજન પણ કરવામાં આવે છે.
આ દિવસ મહિલાઓ પ્રત્યેના ભેદભાવને દૂર કરવા માટે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ એટલા માટે પણ ઉજવવામાં કરવામાં આવે છે કે જેથી મહિલાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય અને તેમની સિદ્ધિઓ પણ ગર્વ કરી શકાય.
આ વર્ષની થીમ શું છે?
આ વર્ષે મહિલા દિવસ 2024ની થીમ ઇન્સ્પાયર ઇન્ક્લુઝન (Inspire Inclusion) છે. આનો અર્થ એવો થાય છે કે મહિલાઓના મહત્વને સમજવા માટે લોકોને જાગૃત કરવા. મહિલાઓ માટે એવા સમાજની રચનાને પ્રોત્સાહન આપવું કે જ્યાં મહિલાઓ પોતાને જોડાયેલી અનુભવી શકે અને સશક્તિકરણનો અનુભવ કરી શકે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સ્ત્રીશક્તિને
વંદન..🙏