વાપી શામળાજી નેશનલ 56 હાઈવે પરના ખાડા જો ના પુરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરીશું

વલસાડ: ધરમપુર

વાપી શામળાજી નેશનલ 56 પર ધરમપુરથી વાંસદા રોડ પર આસુરા બિરસામુંડા સર્કલથી કાકડકુંવા તરફ,બિરસામુંડા સર્કલથી વાંસદા તરફ અને કરંજવેરી ફાટકથી વડપાડા તરફ રોડ બાબતે વારંવારની રજુઆત છતાં છેલ્લા ઘણા સમયથી આ રોડ અતિ બિસ્માર હાલતમાં હોઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડતી હોય છે, વારંવાર લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, અનેકવાર સ્થાનિક થતા ઉચ્ચ કક્ષાએ અપક્ષ તાલુકા પંચાયતના સભ્ય તરીકે રજુઆત બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા

પ્રાંત અધિકારી શ્રી ધરમપુર મારફત કલેક્ટર શ્રી વલસાડને વાપી શામળાજી નેશનલ 56 પર ધરમપુર થી વાંસદા રોડ પર આસુરા બિરસામુંડા સર્કલ થી કાકડકુંવા તરફ,બિરસામુંડા સર્કલ થી વાંસદા તરફ અને કરંજવેરી ફાટકથી વડપાડા તરફ રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી રસ્તા રોકો આંદોલન કરવા બાબતની જાણ કરવામાં આવી.

અમારી આદિવાસી વિસ્તારની પ્રજાની માંગણીને ધ્યાને લઇ પ્રજાના ચૂંટાયેલ પ્રતિનિધિ તરીકે મારી ફરજના ભાગરૂપે મારી જરૂઆતને ધ્યાને લઇ રસ્તાઓનું યોગ્ય સમારકામ ન થાય તો ન છૂટકે મારે ધરમપુરથી વાંસદા રોડ પર કરંજવેરી ફાટક પાસે રસ્તો રોકી આંદોલન કરવાની ફરજ પડશે, અને આ આંદોલનની તમામ જવાબદારી હાઇવે ઓથોરિટીની રહશે ની જાણ સ્ટેટ હાઇવે કાર્યપાલક ઈજનેરશ્રી ધરમપુર,નેશનલ હાઇવે સબડિવિઝન,વલસાડને કરવામાં આવી.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *