ધરમપુર તાલુકા ખાતે આદિવાસી સમાજ દ્રારા ભારત બંધનું એલાનને સમર્થન આપવામાં આવ્યું.

વલસાડ: ધરમપુર

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આદિવાસી વિસ્તારમાં તા:- 21 ઓગસ્ટના રોજ SC / ST સમાજ દ્રારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, આજરોજ ધરમપુરમાં સંપૂર્ણ ભારત બંધને સમર્થન સાથે ડૉ. બાબા સાહેબને હાર દોરા કરીને મહામાહિમ રાષ્ટ્રપતિશ્રીને મામલતદારશ્રી મારફત રજુઆત કરવામાં આવી હતી.

SC/ST અનામત અંગે માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ધરમપુર સજ્જડ બંધને તમામ વેપારીઓએ સહકાર આપ્યો હતો.
અનામત બચાવ સંઘર્ષ સમિતી દ્રારા સમગ્ર દેશ માં આજે ભારત બંધ નું એલાન કરવામાં હતું. વલસાડ જિલ્લામાં બંધની અસર જોવા મળી જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આદિવાસી સમાજ દ્રારા આ બંધને સમર્થન આપવામાં આવ્યું.

ધરમપુર તાલુકા ખાતે સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યું. જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો અને હિતેચ્છુ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *