ધરમપુર તાલુકામાં આદિવાસી નેતા કલ્પેશ પટેલ દ્વારા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી…

વલસાડ: ધરમપુર

આદિવાસી વસતી ધરાવતા  ધરમપુર તાલુકામાં સ્માર્ટ મીટર લગાવવાના પ્રોજેક્ટને રદ કરવા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લેખિત રજૂઆત ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલે મામલતદારશ્રીને કરી છે. 

વીજકંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરતાં ઠેરઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરા,રાજકોટ,સુરત, સુરેન્દ્રનગર અને જામનગર સહિતના શહેરોમાં સ્માર્ટ મીટરો લગાવતા વ્યાપક ફરિયાદો ઉઠી છે. મીટરના છબરડા થી માંડીને વધુ વિજબીલને લઈને વીજ કંપની અને પ્રજા વચ્ચે સઘર્ષની સ્થિતિનું નિર્માણ થયું છે.

મોટાભાગે લોકોની ફરિયાદ છે કે ગુજરાતની જનતા મોંઘવારીમાંથી રાહતની રાહ જોઇને બેઠી છે ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં રાહત આપવાને બદલે સરકારે સ્માર્ટ વીજ મીટર લોકોને માથે થોપી બેસાડવા હિલચાલ આદરી છે એ કેટલું યોગ્ય ?

સ્માર્ટ મીટર ફરજીયાત શુ કામ ?
અમારા આદિવાસી વિસ્તારમાં મહત્તમ લોકો પાસે સ્માર્ટ ફોન નથી.અનેક જગ્યાએ નેટવર્ક નથી.અમારા લોકો સ્માર્ટ ફોન ક્યાંથી લાવશે.

એક તરફ ગુજરાત માં લાખો વીજ ગ્રાહકોને મોંઘી વીજળી અપાઈ છે. તેમાં કોઈ રાહત અપાતી નથી, ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટરના નામે ઉઘાડી લૂંટ કરવા સરકાર વીજ કંપનીને કેમ પીળો પરવાનો આપવા માગે છે, અમારા આદિવાસી પરિવારો રોજ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ઘણીવાર ઓછીના રૂપિયા લઈને 2-2 બીલની પેનલ્ટી સાથે સામટા પૈસા ભરે છે. તો એ પ્રિપેઇડ કેવી રીતે રીચાર્જ કરછે.

સરકારને  લોકોની આટલી ચિંતા હોય તો GEB માં GETCO માં 66 KV સબ સ્ટેશનમાં હજારો કર્મચારીઓનું આઉટસોર્સિંગના નામે એજન્સીઓ શોષણ કરી રહી છે. એ કર્મચારીઓને કાયમી ધોરણે નોકરી આપો.
જેથી આ સ્માર્ટ મીટરનો પ્રોજેકટ અમારા આદિવાસી વિસ્તારમાં જોઈતો નથી. એવી આદિવાસી સમાજવતી માંગણી કરવામાં આવી.

જો સ્માર્ટ મીટર આદિવાસી વિસ્તારમાં લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી તો આદિવાસી ઓના અવાજને સડકથી લઈને વિધાનસભા સુધી વિરોધ કરવામાં આવશે. તેવી ચેતવણી આપવામાં આવી છે.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *