વલસાડ: ધરમપુર
વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકામાં તા.04/12/2024 ના રોજ ધરમપુર મામલતદાર અને પી.આઇ ધરમપુર ને ધરમપુર તાલુકામાં આવેલ દરેક ચીકનશોપની દુકાનો માં મળતું (ચીકન) માંસની તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના આસુરા ગામેથી ચીકન શોપની દુકાનમાંથી ગૌમાંસ મળી આવ્યા હોવાનું જાણવા મળેલ છે, જે આશરે ૧૪ કિલોથી વધારે ગૌમાંસ હશે. જે આ ચીકન શોપમાંથી અન્ય જગ્યાએ પણ સપ્લાય કરવામાં આવતું હોઈ શકે કારણકે આખે આખી ગાયનું ગૌમાંસ એક જ જગ્યાએથી બધું જ વેચાઈ જવું પોસીબલ નથી.
ધરમપુરની અનેક એવી સોપ હશે, જ્યાં આ વ્યક્તિ દ્વારા ગૌમાંસ સપ્લાય કરવામાં આવતું હશે, જેથી ધરમપુર તાલુકાની બજારમાં આવેલ તમામ ચિકન શોપ આજુબાજુ વિસ્તારમાં આવેલ ચીકન શોપમાં તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
આદિવાસી વિસ્તારના લોકો ગાયનું દૂધ ભરી અને પોતાનું જીવન નિર્વાહ કરે છે, એવા અમારા આદિવાસી વિસ્તારમાં અનેક પરિવારો છે, જેઓ ફક્ત ગાયના દૂધ પર પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. આદિવાસીઓ માટે ગાય એક માં સમાન છે. જેથી ધરમપુર તાલુકાની દરેક દુકાનોની તપાસ કરવામાં આવે નહીં તો આગામી દિવસમાં આદિવાસી સમાજ દ્વારા આવા કૃત્ય કરનાર ની દુકાનોમાં જનતા રેડ કરવામાં આવશેની ફરિયાદ કરવામાં આવી છે.