ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની NDA સરકારમાં નવસારી જીલ્લાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને કેબીનેટ મંત્રી બનાવ્યા બાદ તેમને જળશક્તિ મંત્રાલયનું ખાતું સોપવામાં આવ્યું છે.
જે અંતર્ગત વિધિવત રીતે આજે સવારે 11 :20 વાગ્યે પોતાના મંત્રાલયનો ચાર્જ ઓફીસમાં જઈને જરૂરી સહી કરી પદભાર સંભાળ્યો છે.
સી.આર.પાટીલ છેલ્લા 15 વર્ષથી સાંસદ તરીકેનો અનુભવ ધરાવે છે. તેમજ છેલ્લા 4 વર્ષથી ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી પણ સુપેરે પાર પાડી છે. તેમની કારકિર્દીમાં પ્રથમ વખત વહીવટી વડાના રૂપમાં કેન્દ્રીયમંત્રી તરીકે કામ કરવાનો અવસર મળ્યો છે.
વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા ઘડી નાખવામાં આવેલી જળશક્તિની વિવિધ યોજનાઓ જેવી કે તાપી-પાર સહિતની વિવિધ નદીઓને લિંક કરવાની વર્ષો જૂની યોજનાઓને સાકાર કરવાની મહત્વની જવાબદારી પણ સી.આર.પાટીલને સોપવામાં આવતા રાષ્ટ્રીય સ્તરે જળશક્તિ મંત્રાલય પાસેથી લોકોની અપેક્ષા વધી જવા પામી છે.
તેમના માટે કેન્દ્રીયમંત્રી તરીકે કામ કરવું અઘરું ગણાશે તેવી પણ ચર્ચા છે.