વલસાડઃ વાપી
તા.16/08/2024ના દિને નવસારી સર્કલ વાપી ડિવિઝન જેટકો (GETCO) ના આઉટસોર્સિંગના 66 KV ના કોચરવા, ચિવલ, તંબાડી, સેકન્ડ ફેઝ વાપી, આંબાતલાટ, વલંડી, સુખલાવ, તીસ્ક્રરી, મનાઈચોંઢી, નિમખલ, ખેરલાવ, મોરાઈ-2, પલગામ, ઉમરસાડી SS 14 પાવરહાઉસ JBS એન્ટરરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડના તમામ કર્મચારીઓ તારીખ:16/08/2024 ને 05 વાગ્યે થી પોતાની પડતર માંગણીઓને લઈને પેન ડાઉન અને તમામ ઓપરેશન બંધ કરેલ છે (હડતાલ) પર છે.
જે બાબતે આ તમામ કર્મચારીઓ દ્વારા 05/08/2024 ના દિને વલસાડ કલેક્ટરશ્રી, વાપી ડિવિઝનમાં પણ લેખિતમાં જાણ કરેલ હોય પરંતુ આજદિન સુધી નિરાકરણ આવેલ ન નથી, જેથી તમામ કર્મચારીઓ આજથી હડતાલ પર ઉતર્યા છે.
કારણ એ છે કે જેટકો આઉટસોર્સના સબસ્ટેશનના કર્મચારીઓ જે.બી.એસ. અર્જન્સીમાં છેલ્લા 3 મહિના અને 15 દિવસથી કામ કરી રહ્યા છે. આ અર્જન્સી દ્વારા અમોને છેલ્લા 3 મહિનાનો પગાર તથા પ્રોવિડન્ટ ફંડ ચૂકવેલ નથી.
જેના કારણે વાપી ડિવિઝનમાં આવતા જે.બી.એસ. અર્જન્સીના તમામ કર્મચારીઓ સંગઠીત થઇ તારીખ 15/8/2024 ના દિન સુધીમાં સમસ્યાનુ નિરાકરણ ન આવે તો તારીખ 16/8/2024 ના રોજથી મેઇન્ટેનન્સની કામગીરી જેટકો હસ્તકે સુપ્રત કરવાનું નક્કી કરેલ છે.
જે બાબતે સબસ્ટેશનના તમામ કર્મચારીઓ કોઈની પણ ધાક ધમકી કે દબાણમાં આવ્યા વગર આ આંદોલનમાં સહભાગી થઇ રહ્યા છે. અમે સહુ કર્મચારીઓ એકબીજા સાથે એકજૂથમાં સંગઠીત રહીશું.જે બાબતની તમામ કર્મચારીઓ બાંહેધરી આપી છે.
જેટકો આઉટ સોર્સસિંગના કર્મચારીઓની માંગણી બિલકુલ વ્યાજબી હોય એમના આ આંદોલન માટે ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ટેકો જાહેર કરેલ છે .