ગુજરાત:વલસાડ
વલસાડ જિલ્લા કલેકટરશ્રી ને જેટકો (GETCO) આઉટસોર્સિંગ ના કર્મચારીઓ(એન્જીનિયરો) દ્વારા રજૂઆત.
તારીખ 31/08/2024 ના દિને કલેક્ટર શ્રી વલસાડ ને પ્રાંત અધિકારી શ્રી ધરમપુર મારફત GETCO ના આઉટસોર્સિંગ ના 66 KV ના પાવર હાઉસના કર્મચારીઓ(એન્જીનિયરો) ની સમસ્યાનું નિરાકરણ કરવા બાબત ની રજુઆત કરવામાં આવી.
વાપી ડિવિઝન GETCO ના આઉટસોર્સિંગ ના 66 KV ના પાવર હાઉસ ના કર્મચારીઓ(એન્જીનિયરો) તા.16/08/2024 ને 05 વાગ્યે થી આજે તા.31/08/2024 પોતાની પોતાની પડતર માંગણીઓ લઈ ને પેન ડાઉન અને તમામ ઓપરેશન બંધ(હડતાલ) પર હોય અને જે હજી પણ ચાલુ છે જેમાં કોચરવા, ચિવલ, તંબાડી, સેકન્ડ ફેઝ વાપી, આંબાતલાટ, વલંડી, સુખલાવ, તિસ્કરી, મનાઈચોંઢી, નિમખલ, ખેરલાવ, મોરાઈ-2, પલગામ, ઉમરસાડી SS જેવા 14 પાવર હાઉસ (SS) JBS એન્ટરરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ ના તમામ કર્મચારીઓ દ્વારા 05/08/2024 ના દિને કલેકટર શ્રીને તેમજ વાપી ડિવિઝનમાં પણ લેખિતમાં જાણ કરેલ હોય પરંતુ આજદિન સુધી નિરાકરણ આવેલ ન હોય જેથી તમામ કર્મચારીઓ તા.31/08/2024 ના દિ ને પણ હડતાલ ચાલુ હોય જેમની મુખ્ય માંગણીઓ.
– મે 2024 થી આજદિન સુધીનો પગાર બાકી હોય જે મળવો જોઈએ
– બીજા મહિનાથી પગાર સમયસર થઈ જવો જોઈએ
– P.F રેગ્યુલર જમા થવું જોઈએ.
– આઉટ સોર્સસિંગના નામે હજારો કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોય પરંતુ આજે એન્જીનિયરોનું પણ શોષણ થતું હોય તો શું આને વિકાસ કહેવામાં આવે છે?.
જેથી આ તમામ એન્જીનિયરો ને પડતી હલકીનું નિરાકરણ JBS એન્ટરરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકલન કરીને કરી આપવામાં આવે નહિ તો આગામી દિવસો માં આ તમામ એન્જીનિયરો સાથે એમની હક ની માંગણી ને ધ્યાને રાખીને ધરણાં નો કાર્યક્રમ આપવાની ફરજ પડછે જેની ગંભીર નોંધ લેવા બાબત ની રજુઆત કરવામાં આવી.
જેની નકલ ઉર્જા મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, એક્ઝીક્યુટીવ ઈજનેરશ્રી વાપી ડીવીઝન, એક્ઝીક્યુટીવ ઈજનેરશ્રી નવસારી ડીવીઝન ને મોકલવામાં આવી.