સૌને ‘જોહાર’ કરી પૂ. મોરારી બાપુએ કહ્યું, મારી વ્યાસપીઠ તમને રામ રામ કહેવા આવી છે

વલસાડ: ધરમપુર

મારા મનમાં એવો મનોરથ થયો કે હું આદિવાસી વિસ્તારમાં બને તો ૯૦ ટકા વર્ષે એકાદ વખત મારી પોથી લઈ આવવાની કોશિશ કરીશ એવા શબ્દો પૂ.મોરારી બાપુએ ઉચ્ચારી ક્ષમાયાત્રાનું પહેલું પગલુ કચ્છમાં ભર્યું અને મારી આ રામકથા ધરમપુરના ખાંડા ગામમાં ક્ષમાયાત્રા નું બીજું પગથયું છે, બાપુએ સૌની માફી કે હુ ઘણાં સમયથી આ વિસ્તારમાં આવા માંગતો હતો પણ હું આવી ના શક્યો, મારે સાત પગલાં ભરવા છે, કચ્છની પહેલી કથા અને ખાંડાની બીજી કથા ક્રમશઃ હવે આગળ વધશે એમ કહી આ વિસ્તાર ધીરે ધીરે તીર્થ બની રહ્યો છે, એમ જણાવ્યું છે.

ધરમપુરના ખાંડામાં શરૂ થયેલી પૂ.મોરારી બાપુની રામકથા અવસરે કથાના યજમાન અને મનોરથી જગદીશભાઈ, વીણાબેન પટેલ તથા મહેશભાઈ, કિન્નરી અને પરીવાર (USA) ના નિવાસ સ્થાન ગાંવિત ફળિયાથી કથા સ્થળ સુધીની ભવ્ય પોથીયાત્રામાં લોકો જોડાયા હતા.

કથાના પ્રથમ દિવસે પૂ.મોરારી બાપુનું  સ્વાગત ધરમપુરના ભાગવત ઉપાસક આશિષભાઈ વ્યાસ, સરપંચ જેશીંગભાઈ ચૌધરી, ગ્રામજનો, આગેવાનો, પી.પી.સ્વામીએ કર્યું હતું. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશજી વી, આત્માર્પિત પરાગજી, આત્માર્પિત કોઠારીજી અને ટ્રસ્ટી મહેશભાઈ ખોખાણીએ વ્યાસપીઠને વંદન કર્યું હતું. યજમાન પરિવાર તરફથી મહેશભાઈએ કથા માટે નિમિત્તે બનાવવા માટે અંતરનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

ક્થા આયોજનમાં સેવા આપી રહેલા રામભાઇ પઢેરએ બાપુનુ કથા માટે સૌના હૃદયમાં આનંદ છે એમ કહી ધરમપુર વિસ્તાર વતી સૌનું સ્વાગત કર્યુ હતું. પૂ.મોરારી બાપુએ સૌને જોહાર કરું છું એમ કહી મારી વ્યાસપીઠ તમને જોવા આવી છે મળવા આવી છે તમને રામ રામ કહેવા આવી છે એમ કહી આ તીર્થની યાત્રા કરવા વર્ષમાં એક કથા ૯૦ ટકા કરવા જણાવી સ્થાનીક શ્રોતાઓને આગળ વચ્ચે બેસાડવાની વ્યવસ્થા કરવા કહ્યું .

હિન્દુ સમાજ સનાતન વૈદિક પરંપરાનું નવું વર્ષ આજથી શરૂ થાય અને બ્રહ્માએ જ્યારે સૃષ્ટીનું સર્જન કર્યું એ આ દિવસે કર્યું. એમ જણાવી કથાનું નામ માનસ  સવંત્સર  રાખ્યું હોવાનું કહ્યું હતું.  બાપુએ શ્રોતાઓને ફલાવર્સ કહે છે અને હવે શાંત પારેવા કહેવાનું શરૂ કર્યું છે. બાપુ  જણાવી નવ દિવસ તમને ચણ નાખવા આવ્યો છું તમને ગમે એવા દાણા ચણી લેજો એવા આશીર્વચન આપ્યા હતાં.

કથાના પ્રથમ દિવસે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કથા આયોજનમાં સેવા આપી રહેલા પરેશભાઈ ફાફડાવાલા, બારડોલી સ્વરાજ આશ્રમના ડો. પ્રજ્ઞા ક્લાર્થી તથા ભાગવત કથાકાર પંકજભાઈ વ્યાસ, ભરતભાઈ વ્યાસ, બટુકભાઈ વ્યાસ, ભાવેશભાઈ ભીંડે, પ્રદ્યુમ્ન વ્યાસ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *