ધરમપુરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં “કી હોલ ઓપન હાર્ટ સર્જરી” કરવામાં આવી.

વલસાડ: ધરમપુર

વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકામાં ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણાથી કાર્યરત  શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં “કી હોલ ઓપન હાર્ટ સર્જરી” કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં પ્રથમ વખત થયેલી ઓપન હાર્ટ સર્જરીમાં એક ખાસ પ્રકારની કી હોલ સર્જરી કરવામાં આવી હતી.

 ધરમપુરના એક મધ્યમ વર્ગના પરિવારના 55 વર્ષીય મોભીને અચાનક છાતીમાં દુખાવો થતા સારવાર અર્થે તાત્કાલિક શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ પરના કાર્ડિયોલૉજીસ્ટ ડૉ. અકેન દેસાઈએ કરેલી તપાસમાં હાર્ટ ઍટેક આવ્યો હોવાનું જણાયું હોવાથી વધુ તપાસમાં તમામ નળીઓમાં પણ બ્લોકેજ હોવાનું જણાયુ હતું. જેથી પેશન્ટ અને પરિવારને કી હોલ ઓપરેશન કરવા અંગે અપાયેલી સમજમાં તેઓ સંમત થયા બાદ બે કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું.

હોસ્પિટલના કાર્ડિયો વાસ્કયુલર સર્જન ડો. રવિ સાગર પટેલે આ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડ્યું હતું. હાલ પેશન્ટ એકદમ સ્વસ્થ છે.

 વલસાડ જિલ્લામાં પ્રથમ વાર થયેલી આ કી હોલ ઓપન હાર્ટ સર્જરીમાં છાતીમાં માત્ર પાંચ સે.મી.નો નાનો ચીરો કરી ઓપરેશન કરવામાં આવે છે. આ ઓપરેશન માત્ર બે જ કલાકમાં પૂર્ણ થઈ જાય છે. આ પધ્ધતિના ઓપરેશનથી દર્દીમાં જલદી રિકવરી આવે છે. અને ઇન્ફેકશન લાગવાની શક્યતા પણ નહિવત્ રહે છે. પોસ્ટ ઓપરેટીવ કેરમાં ઘણો ફાયદો મળે છે. ડૉ.અકેન દેસાઈ, કાર્ડિયોલોજીસ્ટ, શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર

તમામ પ્રકારની સુવિધા નજીવા દરે અહીંની કેથલેબ એ ‘‘સ્ટેટ ઓફ આર્ટ કેથલેબ’’ છે, જેમાં મેટ્રો સિટીમાં ઉપલબ્ધ હોય તેવી તમામ પ્રકારની સુવિધા નજીવા દરે ઉપલબ્ધ છે.

સંદર્ભ: દિવ્ય ભાસ્કર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *