જાણો રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી…

ગુજરાત

રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

વરસાદને લઈ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 ઓક્ટોબર સુધી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, તો 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત શરદ પૂનમના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, તો 23 ઓકટોબર સુધી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ પડશે.

નવરાત્રી પૂરી થાય એની સાથે વરસાદની પણ વિદાય નિશ્ચિત જ હોય છે. પરંતુ આ વખતે મેઘરાજાએ હજુ વિદાય નથી લીધી. રાજ્યમાં સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 13થી 16 ઓક્ટોબર સુધી વરસાદ થવાની શકયતા વ્યક્ત કરવામાં આવેલ છે.

ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં આગામી 16થી 22 ઓક્ટોબર સુધી વરસાદ વરસતો રહેશે. અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને પગલે, ગુજરાતના વિભિન્ન જગ્યાએ, આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે.

તેમના જણાવ્યાનુસાર ગુજરાતમા વારંવાર હવામાનમાં પલટો આવવાની સંભાવના રહેલ છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. અમદાવાદ અને ગાંધીનગર સહીતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસવાની શક્યતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *