દિવાળીની ઉજવણી સમાપ્ત થયા પછી, ઘણા ભારતીય સમુદાયો લાભ પાંચમ નામનો શુભ તહેવાર ઉજવે છે, જેને “સૌભાગ્ય પંચમી” અથવા “જ્ઞાન પંચમી” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવાળીના પર્વનું સમાપન કહેવાય છે અને નવી શરૂઆત, સમૃદ્ધિ અને સફળતાને આવકારવાની તક લાવે છે. આ દિવસ હિંદુ પંચાંગમાં કારતક મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે આવે છે.
દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને પ્રકાશના આ તહેવારનો છેલ્લો દિવસ લાભ પંચમી તરીકે ઉજવવામાં આવે છે.
લાભ પંચમીના દિવસે ભગવાન શિવ, ગણેશ અને લક્ષ્મીની પૂજા કરવાથી પરિવારમાં સુખ-શાંતિ આવે છે, વેપાર, નોકરી-ધંધામાં સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે. આ દિવસે 24 કલાકનો શુભ સમય હોય છે. આ દિવસ શુભ કાર્યો માટે ખૂબ જ ખાસ છે.
જૂના વેપારીઓનો એક રિવાજ/પરંપરા હતી કે તેઓ સવારે દુકાન ખોલતાંની સાથે જ દુકાનની બહાર એક નાની ખુરશી મૂકે દેતા હતા. પહેલો ગ્રાહક આવતાંની સાથે જ દુકાનદાર તે જગ્યાએથી ખુરશી ઉપાડીને દુકાનની અંદર મૂકી દેતો.
પણ જ્યારે બીજો ગ્રાહક આવે ત્યારે દુકાનદાર બજાર પર નજર નાખતો અને જો કોઈ દુકાનની બહાર ખુરશી હજુ પણ રાખવામાં આવી હોય તો તે ગ્રાહકને કહેતો, “તમારે જે વસ્તુ જોઈતી હોય તે પેલી દુકાનમાંથી મળી જશે. મારે સવારની બોણી થઈ ગઈ છે.”
જો દુકાનની બહાર ખુરશી મૂકવામાં આવી હોય, તો તેનો અર્થ એ થયો કે હજુ સુધી દુકાનદારને બોણી થઈ નથી.
આ જ કારણ હતું કે જે વેપારીઓ એકબીજા પ્રત્યે માન અને પ્રેમની લાગણી ધરાવતા હતા, આથી તેમના પર હંમેશા ભાગ્યની કૃપા રહેતી સદૈવ રહેતી હતી. સનાતન ધર્મની વિશેષતા એ છે કે તે સમગ્ર વિશ્વનું કલ્યાણ ઈચ્છે છે.
લાભ પંચમી 2024 શુભ સમય
- લાભ પાંચમ તિથિ: બુધવાર, 6 નવેમ્બર 2024
- લાભ પાંચમ મુહૂર્ત 2024: 06:12 am થી 10:08 am
- પંચમી તિથિનો પ્રારંભ: 06 નવેમ્બર 2024 બપોરે 12:16 વાગ્યે
- પંચમી તિથિ સમાપ્ત થાય છે: નવેમ્બર 07, 2024 સવારે 12:41 વાગ્યે
- લાભ અને અમૃતના શુભ ચોઘડિયામાં લાભપાંચમનું પૂજન કરવું યોગ્ય રહેશે.