મોબાઈલ નેટવર્કના અભાવે ઓનલાઈન કામગીરી માટે લોકો ટેકરા પર ચઢવા મજબુર…

વલસાડ: ધરમપુર

ધરમપુર તાલુકાના હનમતમાળ સહિતના પૂર્વ  ગામોમાં મોબાઈલ ટાવર ઉભા કરાયા હોવા છતાં કેટલાક ટાવર કાર્યરત કરવાના બાકી અને નેટવર્ક આવતું નહીં હોવાની લાગણી આગેવાનોએ વ્યક્ત કરી મોબાઇલ નેટવર્કની સુવિધા બનતી તાત્કાલિક  શરૂ કરવા ફરી માંગ કરી છે.

બધા ગામોમાં મોબાઈલ નેટવર્કની સમસ્યાને લઈ સ્માર્ટ ફોન વસાવ્યા હોવા છતાં કનેક્ટિવિટીમાં પડતી તકલીફને લઈ આ સમસ્યાના નિરાકરણ માટે માગ બળવત્તર બની છે. આગેવાનોએ નેટવર્કની સમસ્યાથી ગ્રામપંચાયત તથા શાળાની ઓનલાઈન કામગીરીમાં અસર થતી હોવાની વાત કરી અનેક ઓનલાઈન સેવા મેળવી શકતા નથી એમ પણ જણાવ્યુ હતુ.

BSNL ટાવર હોવા છતાં નેટવર્ક બરાબર આવતું નથી. વધુમાં તેમણે 5Gના સમયમાં પણ નેટવર્ક મેળવવા ટેકરા પર જવાની નોબત આવતી હોવાની માહિતી આપી તાત્કાલિક કરી સર્વે કરી બનતી તાત્કાલિક મોબાઈલ નેટવર્કની સમસ્યા દૂર કરવામાં આવે એવી પ્રબળ માંગ વ્યક્ત કરી છે. મોબાઈલ નેટવર્કના અભાવે ગ્રામપંચાયત તથા શાળામાં ઓનલાઈનની કામગીરી માટે ટેકરા પર ચઢવા મજબુર બને છે.

ઝીણાભાઈ પવાર, પૂર્વ જી.પ.સભ્ય હનમતમાળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નેટવર્કની ઘણી તકલીફ છે જે દૂર થવી જોઇએ, નેટવર્કના જટિલ પ્રશ્નની રજુઆતના અંતે ટાવર ઉભો કરાયો છે. વારંવાર રજુઆત કરાઈ હોવા છતાં નેટવર્ક નિયમિત મળતું નથી. પૂર્વ પટ્ટીમાં કોઈ જગ્યાએ નેટવર્ક મળે અને કોઈ જગ્યાએ મળતું નથી, વિલ્સન હિલ, નડગધરીના ટાવર મારફતે ક્યારેક થોડી કનેક્ટિવિટી મળે, નેટવર્કની ઘણી તકલીફ છે દૂર કરવી જોઈએ.

વિજય માહલા સામાજીક કાર્યકર્તા, હનમતમાળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેડૂતલક્ષી કામો,રેશનકાર્ડમાં નામો ઉમેરવા/કમી કરવા, 7/12,8અના દાખલા સહિત ગ્રામ પંચાયતની કામગીરી પર અસર થતી હોય છે. શાળાની ઓનલાઈન હાજરી, ઓનલાઈન શિક્ષણમાં નેટવર્ક જરૂરી છે. હાલે સમા જ સુધારણા અભિયાનમાં લોકસંપર્કમાં ટાવર ચાલુ કરાવો એવા સૂચન મળતા હોય છે. ઘણા ગામોની નેટવર્કની આ સમસ્યા તાકીદે દૂર થવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *