લડેગે જીતેગે… જેટકો આઉટસોર્સિંગના કર્મચારીઓનું આંદોલન સફળ રહ્યું.

વલસાડ: ધરમપુર

 વલસાડ જિલ્લા કલેકટરશ્રીને વાપી ડિવિઝન જેટકો (GETCO) આઉટસોર્સિંગના કર્મચારીઓ (એન્જીનિયરો) એ તારીખ 31/08/2024 ના દિને કલેક્ટર શ્રી વલસાડને પ્રાંત અધિકારી શ્રી ધરમપુર મારફત GETCOના આઉટસોર્સિંગના 66 KV ના પાવર હાઉસના કર્મચારીઓ (એન્જીનિયરો)ની સમસ્યાનું નિરાકરણ કરવા બાબત ની રજુઆત કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમય થી GETCO ના આઉટ ઓર્સિંગ 66 KV ના તમામ કર્મચારી ઓનું પોતાની પડતર માંગણીઓ ને લઈને આંદોલન ચાલી રહ્યું હતું એમનો તા. 25/09/2024ની સાંજે 3 પગાર સાથે કરી દેવામાં આવ્યા છે.

જેથી જેટકોના આઉટ સોર્સીંગના કર્મચારીઓએ વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ,ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા, મહારૂઢિ ગ્રામસભાના અધ્યક્ષ રમેશ પટેલ,ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ તથા સહકાર આપનાર તમામ આદિવાસી સમાજના અગ્રણીઓ સરપંચશ્રીઓ અને આગેવાનોનો અને મીડીયાના તમામ મિત્રોનો સામુહિક આભાર માન્યો છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *