નવસારી ખાતે પાર તાપી રિવર લીંક પ્રોજેક્ટ અને ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી

જય જોહાર તા.29/08/2022 ના દિને નવસારી ખાતે પાર તાપી રિવર લીંક પ્રોજેક્ટ અને ભારતમાલા પ્રોજેક્ટ ના વિરોધમાં વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલની આગેવાની માં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આવેલ તમામ લોકોની એકજ વાત હતી કે અમે અમારી એક ઇંચ પણ જમીન આપીશુ નહિ અને ગ્રામ સભા ની પરમિશન વગર કોઈને આવવા દેસુ નહિ ની વાત કરી. જ્યાં પાર તાપી રિવર લીંક પ્રોજેક્ટની તમામ સંઘર્ષ સમિતી અને ભારત માલા પ્રોજેક્ટ સંઘર્ષ સમિતિઓના તમામ સભ્યશ્રીઓ પ્રમુખશ્રીઓ મોટી સંખ્યામાં આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઇ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતાં. અને ધરમપુર થી પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઇ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતાં. ઉલગુલાંન ચાલુ રહ છે સમસ્ત આદિવાસી સમાજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *