વાંસદા તાલુકામાં ઉનાળામાં સ્ટોલ પર મળતો કેરીનો રસ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક.

વાંસદા

ગુજરાત સહિત સમગ્ર જીલ્લામાં આકરી ગરમી પડી રહી છે. લોકો ગરમીથી રાહત મેળવવા રસ્તા ઉપર કેરીનો રસ, શેરડીનો રસ સહિતના ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે

ઉનાળાના આગમનની સાથે જ રસ્તાઓ પર ઠેરઠેર કેરીના રસના સ્ટોલ જોવા મળે છે. કેરીના રસના નામે સ્ટોલ ધારકો લોકોને ખાંડની ચાસણીવાળો રસ પીવડાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે તંત્ર ઘોર નિદ્રામાં પોઢેલુ જોવા મળે છે.

કેરીનો ભાવ આસમાને છે, ત્યારે  કેરીના રસની સ્ટોલ પર 10 કે 20 રૂપિયા ગ્લાસ કેરીના રસનું વેચાણ થઈ રહ્યું છે. કેરીના રસના નામે લોકોને ભેળસેળ વાળો રસ પીવડાવવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ વાંસદા તાલુકામાં હાઈવે અને રસ્તાઓ ઉપર ખુલેલી કેરીના રસની દુકાનો ઉપર આરોગ્ય વિભાગ દરોડા પાડી, રસ પીવાલાયક છે કે નહી તે જાણવા માટે સેમ્પલ લેબોરેટીમાં પરીક્ષણ અર્થે  મોકલે છે. આ રસ પીવાલાયક છે કે નહી એ જાણી કેરીના રસની હાટડીઓ તાકીદે બંધ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.

ત્યારે  ફુડ વિભાગ અને ખાદ્ય ઓષધ વિભાગના ઉદાસીન વલણ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *