વલસાડ: ધરમપુર
વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે તારીખ.10/11/2024 ના સાંજે ધરમપુરથી વાંસદા રોડ કરંજવેરી ગામે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત હતો, જેમાં મળતી માહિતી મુજબ બાઈક સવાર બે વ્યક્તિ માંથી એક વ્યક્તિ નું ઘટના સ્થળે જ મૃત્યુ થયુ હતું અને બીજા વ્યક્તિ ને પગનાં ભાગે ગંભીર ઈજા થઇ હતી, જેમણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમનું સારવાર દરમિયા મુત્યું થયુ હતું .
તા.10/11/2024 ના દિને જિલ્લા પોલીસ વડાશ્રી વલસાડ અને પી.આઇ શ્રી ધરમપુર ને નેશનલ 56 વાપી થી શામળાજી રોડ પર પડેલ ખાડાઓના કારણે અકસ્માતનો ભોગ બની ખટાણા ગામના બે લોકોએ જીવ ગુમાવ્યો હોય અને અગાઉ પણ ખરાબ રોડના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોય જેથી આ વિભાગના અધિકારી તેમજ કોન્ટ્રાકટર પર કાયદેસરની ફરિયાદ દાખલ કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી.
નેશનલ 56 વાપી થી શામળાજી રોડ કરવડ થી ખાનપુર સુધી અંદાજિત 22.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને આ રોડ બનાવવાની શરૂઆત જ્યારે થઈ હતી ત્યારે 28/3/2023 ના દિને રોડ ના કામમાં ભ્રષ્ટાચાર બાબતે લેખિતમાં ફરિયાદ કરી હતી અને ત્યારબાદ 20/7/2023 ના દિન એ પહેલા જ વરસાદમાં રોડ ની હાલત ખરાબ થઈ જતા લેખિતમાં ફરિયાદ કરી હતી અને ત્યારબાદ 24/7/2024 ના દિન ને પણ આ રસ્તાનું પ્રોપર કામ કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી આટલી રજૂઆત કરવા છતાં પણ આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈપણ શિક્ષાત્મક પગલાં લેવામાં ન આવ્યા હોવાને કારણે તારીખ.10/11/2024 ના સાંજે ખટાણા ગામના બે વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને અગાઉ પણ આજ રસ્તા પર પડેલ ખાડાઓના કારણે અનેક લોકોઓ જીવ ગુમાવ્યો છે.
જે બાબતે તાત્કાલિક જવાબદાર અધિકારી પર અને આ રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને એજન્સી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે અને આ રોડ બન્યા પછી ખરાબ રસ્તાને કારણે મૃત્યુ પામનારના દરેક પરિવારને સહાયરૂપ યોગ્ય વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી.